સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરોએ રેસ્કયુ કરી વન્યજીવને સારવાર આપી
માધવપુર ઘેડની સંજીવની નેચર ફાઉન્ડેશનની ટિમ દ્વારા બળેજ દૂધી વિસ્તાર મા દેવરાજભાઈના ખેતરમા આવેલ ૨૫ ફૂટ ઊંડા કુવામાં વન્યજીવ શિયાણ પડી જતા સ્થાનિક રમેશભાઈ ગોસિયા દ્વારા તાત્કાલિક સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડની ટીમને જાણ કરવામાં આવી હતી ત્યારે માધવપુર થી ૨૦ કી.મી દુર આવેલ બળેજ ગામે તાત્કાલિક સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડના કાર્ય કરો ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યુ હતું.
ત્યારે એકાદ કલાકની ભારે જહેમત ઉઠાવીને પોતાનો જીવ જોખમમાં નાખીને શિયાળ ને જીવિત બહાર કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ તેને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપીને નેચરલ વાતાવરણમાં મુકત કરવામાં આવ્યું હતું ત્યારે માધવપુર સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કે એક મૂંગા જીવ બચાવવા માટે તેઓએ સંજીવીની નેચર ફાઉન્ડેશન ને જાણ કી જીવ બચાવવા ભાગી બન્યા તે બદલ તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હાલ માધવપુર સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા પશુ પક્ષી કે વન્યજીવ માટે નિશુલ્ક બશમિ વજ્ઞતાશફિંહ પણ ચલાવવામાં આવી રહી છે ત્યારે આસપાસના વિસ્તારના લોકોને એક અપીલ કરવામાં આવે છે કે ક્યાંય પણ અબોલ જીવ કે વન્યજીવ ક્યાંય પણ ઈજાગ્રસ્ત કે બિમાર હાલતમાં જોવા મળે તો તાત્કાલિક હેલ્પલાઇન નંબર ૯૮૯૮૧૫૫૬૫૮ નો સંપર્ક સાધવો