રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ(રેરા) ઘરની ખરીદી કરવા માટે વધુ એક રાહતના સમાચાર આપતો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણય હેઠળ ફરિયાદીએ દસ્તાવેજ જમા કરાવવા માટે રેરાની ઓફિસે જવાની જરૂર નહીં પડે આ સાથે જ ડેવલોપરને નોટિસ નહીં મોકલવાની જરૂર નથી કેમ કે ગ્રાહકની ફરિયાદ અને એ સંબંધિત દસ્તાવેજ ઓનલાઈન જ જમા કરાવી દેવામાં આવશે. ગ્રાહક હવે આ બધું એક જ ક્લિક પર કરી શકે છે.

RERA Reena1રેરા સચિવ વસંત પ્રભુએ જણાવ્યુ હતું કે કોઈ પણ પ્રોજેકટની ફરિયાદ માટે ગ્રાકોએ પહેલા રેરાની સાઇટપર ફરિયાદ કર્યા બાદ દસ્તાવેજની હાર્ડકોપી જમા કરવા માટે રેરાની ઓફિસ જવું પડતું હતું આના કારણે ગ્રાહકોનો સમય વેડફાતો હતો તેમજ આવવા જવા માટે ગ્રાહકોને ભારે મુશ્કેલીઑનો સામનો કરવો પડતો હતો. બીજીબાજુ જ્યાં સુધી દસ્તાવેજની હાર્ડકોપી જમા ન થાય ત્યાસુધી બિલ્ડરને નોટિસ મોકલવામાં આવતી ન હતી.હવે રેરાની વેબસાઈટ પર જ ગ્રાહક રૂપિયા 5000ની ફી સાથે દસ્તાવેજ ઓનલાઈન જમા કરાવી શકશે.

રેરાએ લીધેલા નિર્ણયને કારણે હવેથી બિલ્ડરને નોટિસ મોકલવાની જરૂર નથી રહેતી. કેમકે ગ્રાહકો પ્રોજેકટની ફર્યાદ જેવી રેરામાં કરશે કે તેની જાણકારી તેના પ્રોજેકટ પર મળી જશે. આ સાથે જ બિલ્ડરને એક એસએમએસ આવી જશે જેના કારણે નોટિસ મોકલવાનો ખર્ચ અને સમય બંને બચી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.