સ્ટ્રીટ વેન્ડરને નિશ્ર્ચીત જગ્યા ફાળવવામાં આવે તો લોકોને પણ સરળતા રહે: પી.બી. પંડયા
મુખ્ય મહાનગરોમાં સ્ટ્રીટ વેન્ડર્સ એટલે હોકર્સ ઝોન અનેક જગ્યાએ જોવા મળતા હોય છે અનેક જગ્યાએ દબાણ કરી સ્ટ્રીટ વેન્ડર્સ પોતાનો ધંધા એટલે પોતાનો વ્યવસાય કરતા હોઇ છે. ત્યારે તમામ ટી.પી. સ્કીમમાં ૧૦ ટકા આરક્ષિત જગ્યા પબ્લીક યુટીલીટી માટે રાખવામાં આવતી હોઇ છે. ત્યારે જો તે જગ્યા સ્ટ્રીટ વેન્ડર્સ ને આપવામાં આવે તો અનેક સમસ્યાનું નિરાકરણ થઇ શકે છે.
રૂડામાં પી.બી.પંડયાએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, જયારે આપણે રૂડાની ટી.પી. સ્કીમ બનાવતા હોઇ ત્યારે પબ્લીક યુટીલીટી માટે જગ્યા આરક્ષિત રાખતા હોઇ છીએ. અને મહત્તમ ૧૦ ટકા સુધી જગ્યા આરક્ષિત રાખવામાં આવતી હોઇ છે. જેમાં ફાયર સ્ટેશન હોકર્સ ઝોન તથા પ્રજાને ઉપયોગી થઇ શકે તે માટે જગ્યા રાખવામાં આવતી હોઇ છે. રૂડાની જે મોટા મવાની ટી.પી. સ્કીમ છે. તે મંજુર થઇ ગયેલી છે. એમા પબ્લીક યુટીલીટી માટેનું રીઝર્વેશન છે. તો આ રીતે હોર્સસ ઝોન તરીકે આઇડેન્ટી ફાઇ કરવામાં આવ્યું હતુ. પરંતુ તે જગ્યા હોકર્સ એટલે સ્ટ્રીટ વેન્ડર્સ માટે આપી શકાય એના માટે જરુરીયાત મુજબનું એલોકેશન થઇ શકે.
સામાન્ય રીતે સ્ટ્રીટ વેન્ડર્સ માટે જમીન નકકી કરવામાં આવે તો તેઓને અન્ય જગ્યાએ ઉભુ રહેવું ન પડે અને જગ્યા પર દબાણ પણ ન કરવું પડે, તથા પબ્લીકને પણ ખબર રહે કે પ્રજાને પણ સરળતા રહે અને એ લોકોને પણ સારી માર્કેટ અને જગ્યા મળી રહે.