મોટા મંદિરોમાં અટકાવવા પોલીસ બંદોબસ્ત: સોશ્યલ ડિસ્ટન્સ, થર્મલ સ્કેનીંગ અને સેનીટાઇઝર દરેક મંદીરોમાં વ્યવસ્થા ધાર્મિક મેળા અને ધાર્મિક સરધસને મંજૂરી નહી

પવિત્ર શ્રાવણ માસનો આવતી કાલથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડ લાઇનું ચુસ્ત પણે પાલન કરી ભાવિકોએ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને ભીડ એકઠી ન થાય તેવી રીતે પુજા અર્ચના કરવી તેમજ ધાર્મિક મેળા અને ધાર્મિક સરધસને મંજૂરી આપવામાં નહી આવે તેમજ મોટા મંદિરોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ મહામારી ફેલાયેલી હોય જેથી ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકે તે માટે તા.૧-૭-૨૦થી અનલોક-૨ જાહેર કરવામા આવેલુ છે જેમા સરકારની માર્ગદર્ર્શીકા મુજબ જરૂરી સાવચેતી રાખી જાહેર જીવનમા છુટછાટ આપવામા આવેલી છે જે દરમ્યાન આવતા તહેવારો અને ધાર્મીક પ્રસંગો દરમ્યાન પણ કોરોના વાયરસની મહામારી વધુ ફેલાય નહી તેની તકેદારી રાખવી જરૂરી છે.

હાલમા પવીત્ર શ્રાવણ માસની શરૂઆત થનાર છે જે દરમ્યાન ભકતો મંદિરો ખાતે પૂજન અર્ચના દર્શન માટે જતા હોય અને મ દર્શાનાથીઓની ભીડ થતી હોય જે હાલના સમયમા કોરોના વાયરસ ફેલાયે જેથી લોકોએ મેડાવડાથી દૂર રહેલા ધર્મ પ્રેમી જનતાને શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અપીલ કરી છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન ધાર્મીક પ્રસંગો ખુબ જ ઉલ્લાસ ભેર ઉજવણી કરે છે. પરંતુ કોરોના વાયરસ ફેલાતો અટકાવવાની પણ આપણી ખૂબ જ મહત્વની ફરજ રહેલી છે. જેથી હાલ સરકારે વર્ષ પવિત્ર શ્રાવસ માસ દરમ્યાન  કોઇ ધાર્મીક મેળા અને ધાર્મીક સરધસ કાઢવાની મંજૂરી આપવામાં આવશે નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.