કોરોના વાયરસને અટકાવવા ગાઇડલાઇન અનુસરવા સુચના
હાલ પ્રવર્તમાન નોવેલ કોરાના વાયરસની પરિસ્થિતિની ધ્યાને લઇ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની સૂચના મુજબ રાજકોટ મહાનગરપાલિકા ફુડ શાખા દ્વારા સાવચેતીના પગલારૂપે રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હોટલ / રેસ્ટોરન્ટ સંચાલકોને તકેદારી માટે સ્થળ પર હેન્ડ સેનીટાઇઝર નો ઉપયોગ કરવા તેમજ વિદેશી આવતા ગેસ્ટને ર્મલ બોડી સ્કેનર (કોન્ટેક્ટલેસ ઇન્ફ્રારેડ ર્મોમીટર) વડે “ર્મલ સ્ક્રીનીગ” કરી શંકાસ્પદ જણાતા મુલાકાતીઓ અંગે રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખાને જાણ કરવા તથા કોરોના હેલ્પલાઇન નંબર ૧૦૪ નો ઉપયોગ કરવા તેમજ આ અંગેની ગાઇડલાઇન ને અનુસરવા સુચના આપવામાં આવેલ છે.
હીટલ કાઉન, હોટલ સેન્ટીસા, કે.કે.લીકન, ધનરાજ પેલેસ, એસ.કે. પાર્ક વ્યુ, એવરન્યુ, શિવમ, ધ ગ્રાન્ડ ઠાકર, પ્લેટીનમ, ગ્રાન્ડ રેજન્સી સહિત શહેરની તમામ હોટેલ રેસ્ટોરન્ટને હેલ્પલાઇન ૧૦૪નો ઉપયોગ કરવા તેમજ ગાઇડલાઇન અનુસરવા અનુરોધ કરવામાં આવ્યો છે.