ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમીતી વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ પ્રજાસત્તાક પર્વ સમીતી, રામેશ્વર મહાદેવ મંદીર સમીતી, મહીલા મંડળના સંયુકત ઉપક્રમે ૭૦માં પ્રજાસત્તાક પર્વની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી હતી. રાજ માર્ગો ઉપર રાષ્ટ્રીય એકતા રેલી, વેશભૂષા સાથે દેશભકિતના નારાએ જબરુ આકર્ષણ  જમાવ્યુ હતું૦. નિબંધ, શિધક્રચિત્ર, રંગોળી, મુખપાઠ, વકતૃત્વ, વેશભૂષા, ર્શૌર્ય ગીત, રાસ, નાટક એકપાત્રીય  અભિનયમાં વિજેતા છાત- છાત્રાઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રજાસત્તાક પર્વ નિમિતે ઘ્વજવંદન આર્ય સમાજ પ્રખર પ્રચારક સુરેશભાઇ ચાવડાએ રાષ્ટ્રીય ઘ્વજ ફરકાવી નાગરીક ધર્મ બજાવવા અનુરોધ કર્યો હતો.

વોર્ડ નં.૧૦ ના કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રભારી માવધ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી પરેશભાઇ તન્ના, હરેશભાઇ કાનાણી, પાર્થ ગોહેલ, પ્રવિણભાઇ ચાવડાએ પ્રાસંગિક પ્રવચન આપી સ્પર્ધામાં વિજેતા છાત્રાઓને ઇનામો આપ્યા હતા.

મનસુખભાઇ ગોહિલે સમીતીને ભારત માતાની મૂર્તિ અર્પણ કરી હતી. સમીતીના પ્રમુખ અને એડવોકેટ જયંત પંડયાએ વિજેતા છાત્ર-છાત્રાઓને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.