તા.૨૪ અને ૨૫ના રોજ સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળની શાળાઓના છાત્રો રેસકોર્સ રીંગરોડની ફરતે રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ તથા દેશભકિત સમુહગાનથી પ્રજાસત્તાકદિનની શાનદાર ઉજવણી કરશે; ૨૦૦૦૦થી વધુ બાળકો જોડાશે: ઈન્ડિયા બુકમાં રચાશે રેકોર્ડ; મહાનુભાવો ‘અબતક’ના આંગણે
૨૪ જાન્યુઆરી અને ૨૫ જાન્યુઆરીના રોજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની શાળાઓ રેસકોર્ષ રીંગ રોડની ફરતે રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ તથા દેશભક્તિ સમુહ ગાનથી પ્રજાસતાકદિનની શાનદાર ઉજવણી કરશે (સાથે નગર પ્રાથમિક સમિતિની શાલાઓ પણ જોડાશે
પ્રજાસતાક દિનની રાજયકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે થઈ રહી છે. ત્યારે તા.૨૪.૧ના રોજ રેસકોર્ષ રીંગરોડની ફરતે ૩૨ સ્ટેજ ઉપર સ્વનિર્ભર સંચાલક મંડળની વિવિધ શાળાઓનાં વિદ્યાર્થીઓ ભારતના કુલ ૨૯ રાજયોની કલા સંસ્કૃતિ લોકનૃત્ય તથા દેશભકિત પ્રસ્તુત કરવામાં આવશે. ઉપરોકત કાર્યક્રમમાં રા.મ્યુ.કો.ના સહકારથી સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. તદઉપરાંત તા.૨૪.૧ને સાંજે ૬.૪૫ કલાકે મુખ્યમંત્રી દ્વારા રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ ૨૦૨૦નું ઉદઘાટન કરવામાં આવશે. અને તે સમયે રેસકોર્ષ રીંગરોડની ફરતે સ્વનિર્ભર શાળાઓનાં તથા નગર પ્રાથમિક સમિતિના વિદ્યાર્થીઓ તેમજ દિવ્યાંગ બાળકો અને બહેરા મુંગા બાળકો તેમજ અંધ બાળકો સહિત કુલ ૨૦,૦૦૦થી વધુબાળકો અને ૧૫૦૦થી વધુ શિક્ષકો વિદ્યાર્થી સાંકળ બનાવી દેશભકિતના ગીતોનું સમુહગાન કરશે અને જયારે ૨૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ એક સાથે દેશભકિતનાં સમુહ ગાન કરશે ત્યારે આ ઈવેન્ટ ઈન્ડીયા બુક ઓફ રેકર્ડસમાં સ્થાન મેળવશે.આ કાર્નિવલ તા.૨૪ અને ૨૫ બેદિવસ માટે સાંજે ૬ થી ૯ વાગ્યા દરમ્યાન રહેશે. ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કાર્નિવલ નેનિહાળવા માટે રાજકોટના નાગરિકોને આમંત્રીત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અપીલ કરવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમ શિસ્ત બધ્ધ રીતે આયોજીત થઈ અને સફળ થાય તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઈ પટેલ, જીનીયસ ગ્રુપના ડી.વી. મહેતા તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ કારોબારી સભ્યો તેમજ હોદેદારો જેમકે મહામંત્રી અવધેષ કાનગડ ડી.કે. વાડોદરીયા, પરિમલ પરડવા, હસુભાઈ માયાણી, હાનભાઈ નાકાણી રાણાભાઈ ગોજીયા, અજય રાજાણી, વિપુલ પાનેલીયા, પુષ્કર રાવલ, રાજ ઉપાધ્યાય, જીતેશ મકવાણા, રાજેષભાઈ મહેતા, કલ્પેશ સંખારવા, જયદિપ જલુ, મેહુલભાઈ પરડવા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાતના પ્રમુખ ભરતભાઙઈ ગાજીપરા તેમજ ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડના માર્ગદર્શન નીચે ખૂબજ જહેમત ઉઠાવી રહ્યા છે. આ તબકકે રાજકોટ મહાનગરપાલીકાના અધિકારીઓ તેમજ જીલ્લા વહીવટી તંત્ર કલેકટર રા.મ્યુ.કો. કમિશ્નર તેમજ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. અને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સમાજ શ્રેષ્ઠીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી,.