દ્વારકામા ચેતનભાઈ જીંદાણી દ્વારા સંચાલિત ભડકેશ્વર યોગૃપ તથા યોગ પરિવાર દ્વારકા દ્વારા પવિત્ર ગોમતી નદી તેમજ ભડકેશ્વર મહાદેવ મંદિર પરિસર મા26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ભવ્ય અને વિશેષ ઉજવણી કરી,ગોમતી તથા ભડકેશ્વર ધ્વજવંદન કાર્યક્રમ દરમ્યાન દ્વારકા મા આવતા યાત્રિકોએ પણ આપણા રાષ્ટ્રીય પર્વને માણ્યો અને દ્વારકામા આ વિશેષ ઉજણી જોઈ ભક્તિભાવ/ધર્મ સાથે રાષ્ટ્રભાવન જોઈ ગૌરવની લાગણી અનુભવી.
ધ્રાંગધ્રા તાલુકાના કુડા કચ્છના નાના રણ વિસ્તારની હરતી ફરતી સ્કૂલ બસો ના શિક્ષક અને સ્કૂલમાં ભણતા બાળકો તેમજ અગરિયા ભાઇઓ દ્રારા જાતે 76માં પ્રજાસતાક દિનની ઉજવણી નું સરસ આયોજન કરવામાં આવ્યું જેમાં સ્કુમાં ભણતા નાના નાના ભુલાકાઓ દ્રારા બાળગીતો, અભિનય ગીતો તેમજ રમત ગમત નું આયોજન કરવામાં આવ્યું હતું..
રાજકોટ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગઈકાલે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી અને આન બાન શાન સાથે તિરંગો લહેરાવવા માં આવ્યો હતો સૌરાષ્ટ્રમાં ગામે ગામપ્રાથમિક શાળા શ્રી કોલેજ સુધીના શૈક્ષણિક સંકુલો સરકારી કચેરીઓના સંકુલોરાજકીય સામાજિક સંસ્થાઓના સંકુલ થી લઈ ઓદ્યોગિક સંકુલો અને દેવસ્થાનો મંદિર મસ્જિદમાં ધ્વજ વંદન સહિતના કાર્યક્રમો અને તિરંગા રેલી સાથે સૌરાષ્ટ્રમાં દેશપ્રેમના માહોલને જગમગાવતા કાર્યક્રમો સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
દ્વારકા
વરવાલા ની સેન્ટ એન્સ હાઈ સ્કૂલમાં 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદન સાથે થઈ હતી, જેનું આરંભ મુખ્ય અતિથિ અને સ્કૂલના મેનેજર અને પ્રિન્સિપાલ દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગીત અને પ્રાર્થનાના પશ્વાથ, વિદ્યાર્થીઓએ દેશભક્તિ પર આધારિત નૃત્ય, નાટક અને ગીતો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.
ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા ભગવતધામ ગુરૂકુલ ખાતે 76માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ભગવતધામ ગુરૂકુલ ના સંતો શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીત,ઝંડા ગીત અને શૌર્ય ગીતનું ગાયન કરી દેશ ના તમામ શહીદોને નમન કરી રાષ્ટ્રીય ચેતનાને ઉજાગર કરી હતી.
જુનાગઢ જિલ્લા
જુનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે 76માં પ્રજાસત્તાક પવસ્ની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભકિત સભર માહોલમાં સંપન્ન થઇ હતી. મેંદરડા પોબારી ગ્રાઉન્ડ ખાતે કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ ઘ્વજ વંદન કરી પરેડની સલામી ઝીલી હતી. જૂનાગઢ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મેંદરડા ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે વિવિધ વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારી તથા અસાધારણ સિદ્ધિ હાંસલ કરનાર 41 વ્યક્તિઓને કલેકટર અનિલકુમાર રાણવસિયાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.જેમાં મહેસુલ, સંગીત, શિક્ષણ, વન વિભાગ, 108 ઈમરજન્સી સેવા, આરોગ્ય સેવા, રોડ સેફ્ટી માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર ને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જુનાગઢ મહાપાલિકા
મહાનગર પાલિકા,જુનાગઢ દ્વારા પ્રજાસતાક દિવસ નિમિતે મહાનગર પાલિકા કચેરી,આઝાદ ચોક ખાતે માન.કમિશનર ડો.ઓમ પ્રકાશના વરદ હસ્તે તેમજ મહાનુભવોની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો તેમજ શહેરના તમામ વોર્ડમાં શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરનાર સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.
વેરાવળ જિલ્લા
ગીર સોમનાથના ઊનાના આંગણે દેશભક્તિસભર માહોલમાં જિલ્લાકક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉમંગ અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં કરવામાં આવી હતી. ઊનાના શાહ.એચ.ડી. હાઈસ્કૂલના મેદાન ખાતે આયોજીત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી. રમાં જ સોમનાથના આંગણે તા.21 થી 23 નવેમ્બર સુધી રાજ્ય સરકાર દ્વારા આયોજીત કરવામાં આવેલ ત્રિ-દિવસીય ચિંતનનું સુચારૂ આયોજન કરીને ગીર સોમનાથ જિલ્લાએ પોતાની ક્ષમતા પ્રદર્શિત કરી હતી. આ ચિંતન શિબિરમાં થયેલા મનોમંથનથી ગુજરાતના ભાગ્ય નિર્ધારણની દિશા ખૂલવાની છે, ત્યારે જિલ્લાનું આ પ્રદાન આગામી લાંબા સમય સુધી ચીરસ્મરણિય રહેશે.
વેરાવળ સન્માન
જિલ્લા માહિતી અધિકારી સુનિલ પટેલનું પ્રજાસત્તાક પર્વે મંત્રી સોલંકીના હસ્તે જાહેર સન્માનચિંતન શિબિરમાં ‘મીડિયા મેનેજમેન્ટ’ની વિશિષ્ટ કામગીરી માટે પ્રશસ્તિપત્ર અપાયું. પ્રજાસત્તાક પર્વે જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરેલ અધિકારીઓ અને કર્મચારીઓનું પ્રતિવર્ષ સન્માન કરવામાં આવે છે. જિલ્લાકક્ષાના ઉનાની એચ.ડી.હાઈસ્કૂલ ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અવસરે જિલ્લા માહિતી અધિકારી સુનિલ પટેલનું જાહેર સન્માન કરાયું હતું.
ધોરાજી
ધોરાજીના જમનાવડ ખાતે 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જમનાઓના સરપંચ હિતેશભાઈ વાઘમશીના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યાઓ ભાઈઓ તથા બહેનો તથા સ્કૂલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારત માતાકી જય ના નારા લગાવી ધ્વજ વંદનને સલામી આપીહતી
બાબરા
વી. એલ. ગેલાણી વિદ્યા સંકુલ માં 76 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉજવણી કરવામાં આવી તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીની બહેન કરકર દયાબેન ના હસ્તક ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે છ વાગે નારાના ઉચ્ચાર સાથે પ્રભાતફેરી કાઢવામાં આવી હતી જેનાથી નાગરિકોમાં દેશભક્તિ પ્રત્યે જાગૃતિ આવે તેમજ શાળાએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહન સ્વરૂપે શાળાના ટ્રસ્ટી કાળુભાઈ ગેલાણી તરફથી ભેટ આપવામાં આવી હતી.
ગોંડલ
ગોડલ માં 76માં પ્રજાસત્તાક પર્વ 220 કે.વી.સબ સ્ટેશન (જેટકો )ના કંપાઉન્ડ ખાતે ગોંડલ સકેલ (જેટકો) ના વડા અધિક્ષક ઈજનેર શ્રી પી.કે. વરસડા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું 220 કે.વી સબ સ્ટેશન ધ્વજવંદન માં ડી.ઈ.એ.એમ.પરમાર તથા એસ.આર.કાછડીયા તથા એસ.એચ.દેવમુરારી તથા આર.વી.ઓઝા તથા કે.બી.પરમાર તથા સર્વે ઈજનેર મિત્રો તથા કલેરીકલ સ્ટાફ લાઈન સ્ટાફ સહિતના મોટીસંખ્યામાં કર્મચારી ગણ ની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીત ની સાથે તીરંગાને સલામી આપી હતી
વાંકાનેર
વાંકાનેરમાં રાજકોટ નાગરીક બેંક દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ 76માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં જૈન શ્રેષ્ઠી અને પીપલ્સ કો.ઓ. ક્રેડીટ સોસાયટીના પ્રમુખ ઉપેન્દ્રભાઇ મહેતાના હસ્તે ઘ્વજ વંદન કરવામાં આવેલ હતું.
માણાવદર
માણાવદરનું આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પામેલ અનસૂયા ગૌધામ તેના સમાજ ઉપયોગી તથા જીવદયાના કાર્યોથી દેશ અને વિદેશમાં વિખ્યાત ખ્યાતનામ પામેલં ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ અનેકવિધિ કાર્યો કરી રહ્યું છે. તેમાં ગૌ સેવા એ તેનું મુખ્ય સેવાકીય બિન્દુ છે.
સિહોર
76 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી શિહોર ખાતે માનનીય કેબિનેટ શિક્ષણ મંત્રી ડો કુબેરભાઈની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અને વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ જેમાં ધ્રુપકા પ્રાથમિક શાળાના શિક્ષક નરેશભાઈ બારૈયાને પ્રતિભાશાળી શિક્ષક અને તે જ શાળાના બે વિદ્યાર્થી જાંબુચા આકાશ ઘુઘાભાઈ તેમ જ સોલંકી ઋત્વિકભાઈ મનસંગભાઈ ને રાષ્ટ્રીય કક્ષાએ ગણિત પ્રદર્શનમાં ભાગ લેવા બદલ સન્માનિત કરવામાં આવેલ. આમ એક જ શાળાના ત્રણ વ્યકિતઓનું સન્માન થતા ધ્રુપકા પ્રાથમિક શાળાએ ધ્રુપકા નું ગૌરવ વધાર્યું હતુંભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ ખાતે 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોરની ઉ5સ્થિતિમાં કરવામાં આવી હતી. ઘ્વજવંદન કરી રાષ્ટ્રઘ્વજને સલામી બાદ મંત્રીએ પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી.