અપમાનજનક શબ્દો દુર કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની યુનાઈટેડ ક્રિસિયન ફોરમની ચિમકી
ભારત દેશ એ એક બિનસાંપ્રદાયીક દેશ છે અને તેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી વગેરે ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે તે માહેથી ખ્રિસ્તી સંપ્રદાયના લોકો પણ સમગ્ર ભારતમાં ગુજરાતમાં તેમજ રાકજોટમાં પણ વસવાટ કરે છે અને જીસસ ક્રાઈસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તને ખ્રિસ્તી સંપ્રદાયે ભગવાનનો દરજજો આપેલ છે એટલે કે ઈસુ ખ્રિસ્ત ધર્મના ભગવાન ગણાય છે જે હકિકતથી આપ સુવિદીત છો.
વધુમાં તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ચાલતા પાઠય પુસ્તકો કે જેનું પ્રકાશક ગુજરાત રાજય શાળા પાઠય પુસ્તક મંડળ, વિદ્યાયન, સેકટર ૧૦/એ, ગાંધીનગર છે તેઓએ માધ્યમિક શાળાઓમાં ચાલતા પાઠય પુસ્તક માહેથી ધો.૯ હિન્દી ભાષાના પુસ્તકમાં પ્રકરણ નં.૧૬માં ભારતીય સંસ્કૃતિ મેં ગુ‚ શિષ્ય સંબંધ’ નામનું પ્રકરણ કે પાઠ પ્રકાશિત કર્યું છે તે પ્રકરણ કે પાઠના પાછળના પેઈજ ઉપર એટલે કે પેઈજ નં.૭૦ ઉપર ભગવાન ઈસુનું અપમાન થાય તે રીતે ‘હેંવાન ઈસુ’ તેવા શબ્દનો પ્રયોગ કર્યો છે. તેમજ જે વાત જીસસ ક્રાઈસ્ટે બાઈબલમાં કે અન્ય કોઈ જગ્યાએ કહેલ નથી તેવી ભાષાનો પ્રયોગ કરેલ છે અને લખેલ છે કે ‘ઉન્હોને કહાથા મેરે અનુયાયી લોગ મુજસે કહી અધિક મહાન હૈ ઔર ઉનકી જુતીયા હોને કી યોગ્યતા ભી મુજમે નહીં હૈ.’
ઉપર મુજબ શબ્દ પ્રયોગ તે ખ્રિસ્તી સંપ્રદાયના આરાધ્ય દેવ એવા ભગવાન ઈસુનુ હળાહળ અપમાન સમાન છે. તે સંજોગોમાં ઉપરોકત શબ્દ તથા વાકયો ધો.૯ના હિન્દી ભાષાના પાઠય પુસ્તકમાંથી તાત્કાલિક દુર કરવામાં આવે તે અંગે જ‚રી કાર્યવાહી કરવા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને આવેદનપત્ર પાઠવ્યું છે અને વિશેષમાં ઉપરોકત શબ્દ પ્રયોગ તાત્કાલિક દુર કરવા અંગે જ‚રી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખ્રિસ્તી સમાજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમજ જે તે પ્રકાશક તથા મુદ્રક સામે ભગવાન ઈસુના ઘોર અપમાન સબબ ડેફેમેશન અંગે ફોજદારી તેમજ દિવાની કાર્યવાહી હાથ ધરવાની ફરજ પડશે તેમ યુનાઈટેડ ક્રિસિયન ફોરમ જણાવવામાં આવ્યું છે.