મોરબીના એકમાત્ર એલ ઇ ક્રિકેટ ગ્રાઉન્ડમાં નિયમિત ક્રિકેટ રમતા અને આર્મી તેમજ પોલીસની ભરતી માટે તૈયારી કરતા યુવાનોમાં ભારે રોષ સાથે સાથે શહેરના ખેલપ્રેમીઓ માટે એકમાત્ર એલ.ઇ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઘણા વર્ષોથી કોઈને કોઈ સરકારી કાર્યક્રમોના મેળાઓનું આયોજનો કરી તેમની ક્રિકેટ રમવાની સુવિધા છીનવી લેવાઈ છે. ત્યારે તાજેતરમાં સરકાર દ્વારા સ્વનિર્ભર લોકોને રોજગારી આપવા માટે આ ગ્રાઉન્ડમાં મેળાનું આયોજન કરે છે તો આ મેળાના આયોજન બીજે સ્થળાંતર કરે તેવું મોરબીના એક જાગૃત નાગરિકે રમત ગમતના રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને લેખિત રજૂઆત કરી હતી.
છેલ્લા ઘણા ટાઈમ થી એલ.ઈ. ક્રિકેટ ગ્રાઉન્ડ માં સરકારી મેળાનો જમાવડો થાય છે ને હાલ એક પછી એક મેળા આવતા જાય છે અસંખ્ય રજુવાત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી, સરકાર દ્વારા રમત ગમતને મહત્વ આપવાની વાત કરે છે, ખેલ મહાકુંભ જેવા મોટા આયોજન કરે છે તો મોરબી માં એક માત્ર ક્રિકેટપ્રેમીઓ માટે ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડમાં કોઈ રમી શકતું નથી કે વોકિંગ કરી શકતું નથી, સરકારી ભરતી આર્મી નેવી પોલીસ એરફોર્સ જેવી ભરતીની પ્રેક્ટિસ કરી શકતું નથી,સરકાર અગ્નિવીરો જેવી યોજનાઓ કરે છે તો ફિઝીકલી પ્રેક્ટિસ કરવા જવું ક્યાં ? સરકારી મેળાના આયોજન થવાના હોય તો જાહેર ગ્રાઉન્ડ છે તેમાં લોકોને ક્રિકેટ કે વોકિંગ ને સરકારી ભરતીની પ્રેક્ટિસ કરવા ક્યાં જવું? માટે આનો યોગ્ય નિકાલ કરવા વિનંતી છે છેલ્લા ઘણા ટાઈમ થી આવેદનો આપ્યા અરજી આપી આંદોલનો કાર્ય પણ જાહેર કર્યાં પરંતુ જાહેર જનતાનું કોણ? માટે યોગ્ય નિકાલ કરવા માટે તમે મેળાને બીજી જગ્યા પર સ્થળાંતર કરો તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી