રાજકોટની ગ્રાહક સુરક્ષા કોર્ટ નં.૧ના સિનિયર સિટીઝન અને દિવ્યાંગોના કેસ કોર્ટ નં.૨માં ટ્રાન્સફર કરવા માંગ
કાયદાનો મૂળભૂત હેતુ જળવાતો નથી આથી અસીલોને સમયસર ન્યાયથી વંચિત: એડવોકેટ સંજય વ્યાસ
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ ખાતે બેસતી ક્ધઝયુમર ફોરમની કોર્ટ નંબરની ૧ ના જજની બદલી થતા તેમના સ્થાને સુરેન્દ્રનગરના જજ સપ્તાહમાં એક દિવસ આવતા હોવાથી સિનિયર સીટીઝન અને દિવ્યાંગોને હાલાકી પડતી હોવાથી રાજકોટ બાર એસો.ના પૂર્વ પ્રમુખ સંજયભાઈ વ્યાસે સ્ટેટ ક્ધઝયુમર ફોરમના વડાને પત્ર લખી કાયમી જજની નિમણુંક ન થાય ત્યાં સુધી કોર્ટ નંબર -૨માં કેસ ટ્રાન્સફર કરવા માંગણી કરી છે.
વધુ વિગત મુજબ કોરોનાની મહામારી દરમિયાન અદાલતોમાં ઓનલાઈન કામગીરી ચાલતી હતી કોરોના હળવો થતા ફીઝીકલ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લાંબા સમય બાદ અદાલતો કામગીરી ધમધમતી જોવા મળી હતી. ત્યારે રાજકોટની જૂની કલેકટર કચેરી માર્ગ પર આવેલી ફાસ્ટટ્રેક કોર્ટની બાજુમાં બેસતી ક્ધઝયુમર ફોરમ કોર્ટ નં. ૧ના જજની બદલી થતા તેમના સ્થાને સુરેન્દ્રનગર ખાતે ફરજ બજાવતા ન્યાયધીશને સપ્તાહમાં બે દિવસ સોમવાર અને મંગળવારનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.
બાદ ન્યાયધીશને સોમવાર એક જ દિવસનો ચાર્જ સોંપવામાં આવતા સિનિયર સીટીઝન અને દિવ્યાંગો સહિતના કેસનું ભારણ હોવાથી અસીલો સમયસર ન્યાય ન મળતો હોવાથી બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ સંજયભાઈ વ્યાસે સ્ટેટ ક્ધઝયુમર ફોરમના મુખ્ય જજ વી.પી. પટેલને પત્ર લખી જયાંસુધી ક્ધઝયુમર ફોરમની કોર્ટ નં.૧માં જયાં સુધી કાયમી જજની નિમણુંક ન થાય ત્યાં સુધી ક્ધઝયુમર ફોરમની કોર્ટ નં.૨માં સીનીયર સીટીઝન અને દિવ્યાંગોના કેસ ટ્રાન્સફર કરવા માંગ કરી છે.
આ ઉપરાંત જામનગર, જૂનાગઢ અને અમરેલીની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કાયમી જજ ન હોવાથી રાજકોટ ક્ધઝયુમર કોર્ટ નં. ૨ના જજ વાય.ડી. ત્રિવેદીને સપ્તાહમાં બુધ અને શુક્રવારે રાજકોટ ખાતે અને અન્ય દિવસોમાં જામનગર અને જૂનાગઢ કોર્ટનો ચાર્જ હોય છે. આથી કાયદાના મૂળ-ભૂત અધિકાર જળવાતો ન હોવાથી અને અસીલોને સમયસર ન્યાય ન મળતો હોવાથી તાત્કાલીક નિમણુંક કરવાની માંગ કરી છે.