કોરોનાનાં કાર્યકાળમાં અદાલતોમાં માત્ર અરજન્ટ કામગીરીથી વકિલોની આર્થિક સ્થિતિ કફોડી બની ’તી
બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનાં મેમ્બર દિલીપ પટેલ સહિત એડવોકેટો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
કોરોનાની મહામારીમાં સમગ્ર રાજયની કચેરીમાં કામગીરી ચાલુ છે દરેક કચેરીમાં અધિકારીથી કર્મચારી લાખો લોકો કાર્ય કરી રહેલા છે. ત્યારે માત્ર હાઇકોર્ટમાં અને રાજયની તમામ અદાલતોમાં મહામારીનો ડર શા માટે સતાવે છે અને કોર્ટમાં ફીઝીકલ કામગીરી ચાલુ કરવા આજે ડિસ્ટ્રીકટ જજને વકિલોએ ફિઝીકલ કામગીરી ચાલુ કરવા રજુઆત કરવામાં આવી હતી.
ગુજરાતના ૮૫ હજાર વકીલો કોર્ટમાં ફીઝીકલ કામગીરીનાં બદલે આભાસી કોર્ટમાં અરજન્ટ કામગીરી થતી હોય તો વકીલો રોષે ભરાયેલા છે અને રાજયના વકીલો કોર્ટોની કામગીરીના બહિષ્કાર કરે તે પહેલા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ કોર્ટોમાં કાર્ય શરુ કરવા અનેક વખત દીલીપ પટેલ દ્વારા લેખીત રજુઆત કરવામાં આવેલ છે.
રાજકોટમાં ર૪ અદાલતો પૈકી ૧ર અદાલતોમાં આભાસી કાર્ય ચાલે છે અરજન્ટ કાર્યવાહી સીવાય કોઇ કાર્ય થતું નથી હાઇકોર્ટે અને રાજયની અદાલતોમાં ફિઝીકલ કામગીરી ચાલુ કરવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનાં મેમ્બર દિલીપ પટેલની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વકિલોએ ઉપસ્થિત રહી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજને રજુઆત કરી તાત્કાલિક ધોરણે ફિઝીકલ કોર્ટની કામગીરીનો પ્રારંભ કરવા તેમજ રાજયની તમામ કચેરીઓ ધમધમતી હોય તો અદાલતોમાં કેમ કામગીરી બંધ તેઓ વૈદ્યક સવાલ કર્યો હતો. તેમજ લોકોને ઝડપી અને સરળ રીતે ન્યાય માટે આભાસી કોર્ટોને બદલે ફિઝીકલ અદાલતો ચાલુ કરવા તેમજ કોરોનાનાં કાર્યકાળમાં વકિલોની આર્થિક કેડ ભાંગી ગઈ છે. આજથી જુનિયર વકિલોએ અન્ય કામ ધંધા તરફ વળી રહ્યા છે ત્યારે વકિલ એક સમાજમાં એવો વ્યવસાય છે જેથી તેઓને તાત્કાલિક વકિલાતની કામગીરી પુન: ધમધમાટ થાય તે માટે ફિઝીકલ કામગીરી અને સરકારનાં ધારાધોરણ મુજબ કરવા રજુઆત કરવામાં આવી છે. આ તકે મોટી સંખ્યામાં વકિલો ઉપસ્થિત રહ્યા હતા. અબતક, રાજકોટ
કોરોનાની મહામારીમાં સમગ્ર રાજયની કચેરીમાં કામગીરી ચાલુ છે દરેક કચેરીમાં અધિકારીથી કર્મચારી લાખો લોકો કાર્ય કરી રહેલા છે. ત્યારે માત્ર હાઇકોર્ટમાં અને રાજયની તમામ અદાલતોમાં મહામારીનો ડર શા માટે સતાવે છે અને કોર્ટમાં ફીઝીકલ કામગીરી ચાલુ કરવા આજે ડિસ્ટ્રીકટ જજને વકિલોએ ફિઝીકલ કામગીરી ચાલુ કરવા રજુઆત કરવામાં આવી હતી.
ગુજરાતના ૮૫ હજાર વકીલો કોર્ટમાં ફીઝીકલ કામગીરીનાં બદલે આભાસી કોર્ટમાં અરજન્ટ કામગીરી થતી હોય તો વકીલો રોષે ભરાયેલા છે અને રાજયના વકીલો કોર્ટોની કામગીરીના બહિષ્કાર કરે તે પહેલા હાઇકોર્ટના ચીફ જસ્ટીસ કોર્ટોમાં કાર્ય શરુ કરવા અનેક વખત દીલીપ પટેલ દ્વારા લેખીત રજુઆત કરવામાં આવેલ છે.
રાજકોટમાં ર૪ અદાલતો પૈકી ૧ર અદાલતોમાં આભાસી કાર્ય ચાલે છે અરજન્ટ કાર્યવાહી સીવાય કોઇ કાર્ય થતું નથી હાઇકોર્ટે અને રાજયની અદાલતોમાં ફિઝીકલ કામગીરી ચાલુ કરવા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાનાં મેમ્બર દિલીપ પટેલની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વકિલોએ ઉપસ્થિત રહી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજને રજુઆત કરી તાત્કાલિક ધોરણે ફિઝીકલ કોર્ટની કામગીરીનો પ્રારંભ કરવા તેમજ રાજયની તમામ કચેરીઓ ધમધમતી હોય તો અદાલતોમાં કેમ કામગીરી બંધ તેઓ વૈદ્યક સવાલ કર્યો હતો. તેમજ લોકોને ઝડપી અને સરળ રીતે ન્યાય માટે આભાસી કોર્ટોને બદલે ફિઝીકલ અદાલતો ચાલુ કરવા તેમજ કોરોનાનાં કાર્યકાળમાં વકિલોની આર્થિક કેડ ભાંગી ગઈ છે. આજથી જુનિયર વકિલોએ અન્ય કામ ધંધા તરફ વળી રહ્યા છે ત્યારે વકિલ એક સમાજમાં એવો વ્યવસાય છે જેથી તેઓને તાત્કાલિક વકિલાતની કામગીરી પુન: ધમધમાટ થાય તે માટે ફિઝીકલ કામગીરી અને સરકારનાં ધારાધોરણ મુજબ કરવા રજુઆત કરવામાં આવી છે. આ તકે મોટી સંખ્યામાં વકિલો ઉપસ્થિત રહ્યા હતા.