માઇક્રોબાયોલોજી, પેથોલોજી અને બાયોકેમેસ્ટ્રી વિભાગમાં લાખો રૂપિયાના મશીનો ઉપલબ્ધ : હજારો રૂપિયાના રીપોર્ટ સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે
જૂનાગઢ સિવિલ હોસ્પિટલની લેબોરેટરીના માઇક્રોબાયોલોજી, પેથોલોજી અને બાયોકેમેસ્ટ્રી વિભાગમાં અદ્યતન મશીનો દ્વારા દરરોજના 1000 થી વધુ રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે. અને જે ખાનગી હોસ્પિટલમાં હજારોના ખર્ચે થતા વિવિધ 90 પ્રકારના રીપોર્ટ સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે કરી આપવામાં આવે છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમ, ઇન્ચાર્જ ડો. કનવી વાણીયા અને સિવિલ સર્જન ડો. પાલા લાખણોત્રાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલની માઇક્રોબાયોલોજી, પેથોલોજી અને બાયોકેમેસ્ટ્રી વિભાગની લેબોરેટરીમાં અદ્યતન મશીનો દ્વારા વિવિધ 90 પ્રકારના રીપોર્ટ સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે કરી આપવામાં આવે છે. અને આ લેબોરેટરીમાં રોજના 1000 થી વધુ રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે.
સિવિલ હોસ્પિટલના લેબોલેટરીના માઇક્રોબાયોલોજી, પેથોલોજી અને બાયોકેમેસ્ટ્રી વિભાગના એચ.ઓ.ડી. ઇન્ચાર્જ ડો. રૂપલ ત્યાગી એ જણાવેલ કે, આ હોસ્પિટલમાં ખાસ કરીને કેન્સર (ગાંઠની તપાસનો રીપોર્ટ), ટીબી, થાઇરોડ, સીબીસી, સીઆરપી, આરએફટી, ડી-ડાયમર, લાઇપેઝ, ટ્રોપોનીન આઇ, સીકે-એમબી સહિતના વિવિધ 90 પ્રકારના રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને દરરોજના 1000થી વધુ રીપોર્ટ તૈયાર કરી દર્દીઓને આપવામાં આવે છે.
અત્રે નોંધનીય છે કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને જેતપુર, ઉપલેટા સહિતના વિસ્તારોમાંથી અને ખાસ કરીને જરૂરિયાતમંદ લોકો સારવાર લેવા માટે આવે છે. ત્યારે માઇક્રોબાયોલોજી, પેથોલોજી અને બાયોકેમેસ્ટ્રી વિભાગ દ્વારા અને જે ખાનગી હોસ્પિટલ કે લેબોરેટરીમાં હજારોના ખર્ચે થતા વિવિધ પ્રકારના રીપોર્ટ અહી દર્દીઓને તદન મુકત માં તૈયાર કરી દેવામાં આવે છે. જે અહી આવતા ગરીબ, સામાન્ય, મધ્યમ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેના પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઇ રહ્યું છે.