એરપોર્ટ ઓથોરીટી અને કોર્પોરેશન દ્વારા તમામના સ્થળ પર જ રિપોર્ટ કરી હાલ હોમ ક્વોરેન્ટાઈન કરી દેવાયા

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આવામાં રાજ્ય સરકાર દ્વારા ગઈકાલથી ગુજરાતમાં પ્રવેશનાર તમામ અન્ય રાજ્યોના લોકોએ ફરજિયાતપણે 72 કલાક અગાઉ કોરોના માટેનો આરટીપીસીઆર રિપોર્ટ સાથે રાખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

દરમિયાન ગઈકાલે પ્રથમ દિવસે એરપોર્ટ પર 46 મુસાફરો આરટીપીસીઆર રિપોર્ટ કર્યા વિના જ આવી ગયાનું હોવાનું પકડાયું હતું. આજે દિલ્હી અને મુંબઈથી રાજકોટ આવેલી ફલાઈટમાં 24 મુસાફરોએ આરટીપીસીઆર રિપોર્ટ કરાવ્યા ન હોવાનું માલુમ પડતા એરપોર્ટ ઓથોરીટી અને મહાપાલિકા દ્વારા આ તમામ મુસાફરોના આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી તેઓને હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

ગઈકાલથી ગુજરાતમાં પ્રવેશ્નાર અન્ય રાજ્યના તમામ નાગરિકોએ ફરજિયાત આરટીપીસીઆરનો નેગેટીવ રિપોર્ટ સાથે રાખવાનો નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે.

રાજ્યભરમાં હાલ ચેક પોસ્ટ પર કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ મહાપાલિકા દ્વારા એરપોર્ટ અને રેલવે સ્ટેશનના અધિકારીઓને પણ મુસાફરોના આરટીપીસીઆર રિપોર્ટ ચેક કરવા માટે કડક આદેશ આપી દેવામાં આવ્યો છે. ગઈકાલે પ્રથમ દિવસે 46 મુસાફરો એરપોર્ટ પર આરટીપીસીઆર રિપોર્ટ કર્યા વિનાના પકડાયા હતા જેઓને ખાનગી મંગલમ્ લેબોરેટરી દ્વારા આરટીપીસીઆર રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. દરમિયાન આજે દિલ્હી અને મુંબઈથી આવેલા વધુ 24 મુસાફરો આરટીપીસીઆર રિપોર્ટ વિના જ રાજકોટમાં ઘુસવાનો પ્રયાસ કરતા પકડાયા હતા. જેઓના એરપોર્ટ પર જ આરટીપીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યા છે અને જ્યાં સુધી રિપોર્ટ ન આવે ત્યાં સુધી હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.