સ્ટેમ્પ ડયૂટીમાં ફરજ બજાવતા ડેપ્યૂટી કલેકટર કે.એસ.ઝાલાને સાણંદના પ્રાંત અધિકારીનો હવાલો
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા અધિકારીઓની બદલીનો દૌર શરૂ યો છે જેમાં રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારી અને સ્ટેમ્પ ડયૂટીમાં ફરજ બજાવતા ડેપ્યૂટી કલેકટર સહિત ગુજરાત ૪૫ ડેપ્યુટી કલેકટરના બદલીના ઓર્ડર રેવન્યુ વિભાગે કર્યા છે અને તમામ અધિકારીઓને તાકીદની અસરતી ચાર્જ સંભાળી લેવા માટે પણ આદેશ અપાયો છે.
આ બદલીમાં રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારી જિજ્ઞાસાબેન ગઢવીની વાંકાનેરના પ્રાંત અધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તેમજ સ્ટેમ્પ ડયૂટીમાં ફરજ બજાવતા ડે.કલેકટર કુલદિપસિંહ ઝાલાને સાણંદના પ્રાંત અધિકારીનો હવાલો સોંપવામાં આવ્યો છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ડીડીઓ એ.કે.વસ્તાનીને મુદ્રામાં પ્રાંત અધિકારી, એ.ડી.ચૌહાણને ગીર સોમનાથ માંથી બનાસકાંઠામાં, જૂનાગઢમાં ડેપ્યુટી કમિશનર વેરાવળ પ્રાંત, અમરેલીના જિલ્લા પુરવઠા અધિકારી ડી.વી.વાળા રાજુલામાં, જયારે વિસાવદરના પ્રાંત અધિકારીને ડી.એમ.ખેરને ભાવનગર મુકવામાં આવ્યા છે.
હજુ આગામી સમયમાં પણ વધુ અરસ પરસની બદલી કરવામાં આવે તેવી પુરેપુરી શકયતા છે. આ બદલી અને બઢતીનો દૌર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ કરવામાં આવ્યો છે.