નવા ડીએમસી તરીકે ડી.જે.જાડેજાની નિયુકિત: સાત સનદી અધિકારીની બદલીનો ગંજીફો ચીપટી સરકાર
રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરીના ડેપ્યુટી મ્યુનિ.કમિશનર આર.જે.હાલાણીની બદલી કરવામાં આવી છે. તેઓના સ્થાને ડી.જે.જાડેજાની નિમણુક કરાઈ છે. આ ઉપરાંત અન્ય સાત સનદી અધિકારીઓની બદલી કરવામાં આવી છે.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મહાપાલિકામાં ડેપ્યુટી મ્યુનિ.કમિશનર તરીકે ફરજ બજાવતા આર.જે.હાલાણીની એડીશ્નલ ડેવલોપમેન્ટ કમિશનર તરીકે વરણી કરવામાં આવી છે. તેઓને આઈ.એ.એસ. આર.જી.ભારેલાના સ્થાને ગાંધીનગરમાં મુકવામાં આવ્યા છે. જયારે રાજકોટ મહાપાલિકાના નવા ડીએમસી તરીકે આરટીઓમાં ફરજ બજાવતા ડી.જે.જાડેજાની નિયુકિત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજય સરકાર દ્વારા આર.કે.પટેલ, સી.એમ.પાડલીયા, એ.એ.રામાનુજ, બી.કે.પંડયા અને એમ.એચ.ગજારેની પણ બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મહાપાલિકાની ઈસ્ટ ઝોન કચેરીના ડીએમસી પી.પી.વ્યાસ વયનિવૃત થતા રાજય સરકાર દ્વારા તેઓના સ્થાને આઈ.એ.એસ. અ‚ણ મહેશ બાબુની વરણી કરાઈ છે. મહાપાલિકામાં ડીએમસીની કુલ ૩ જગ્યા છે. જે હાલ ત્રણેય ભરાયેલી છે.