રાજકોટના ૮ સહિત રાજ્યના ૪૧ એડી. જજોની કોર્ટ ટ્રાન્સફર: ૯ જજની સત્તામાં વધારો

રાજ્યની હાઈકોર્ટનાં રજીસ્ટર દ્વારા મોડી સાંજે બદલી અને જજોની સત્તામાં તેમજ આંતરીક કોર્ટ બદલીનાં હુકમો કરવામાં આવ્યાં છે. જેમાં ૯ અધિક સેશન્સ જજની બદલી કરવામાં આવી છે. જેમાં પી.સતીષકુમારની અમદાવાદ ખાતે ટ્રાન્સફર કરી છે. નવ જજોની સત્તામાં વધારો જ્યારે રાજકોટનાં ૮ સહિત ૪૧ ન્યાયધીશોની આંતરીક બદલીનાં હુકમો કર્યા છે.

વધુ વિગત મુજબ રાજ્યની વડી અદાલતમાં ચીફ જસ્ટીસનાં આદેશથી મોડી સાંજે બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે. જેમાં નવ અધિક સેશન્સ જજ કક્ષાની ટ્રાન્સફર કરી છે. જેમાં રાજકોટનાં પી.સતીષકુમારને અમદાવાદ સીટી સિવિલ કોર્ટમાં, જામનગરનાં ડી.એ.હીંગુને આણંદ ખાતે, ભાવનગરનાં વી.એ.રાણાને અમદાવાદ, એ.પી.કંસારાને મહેસાણા, કે.કે.શુકલાને આણંદ, જૂનાગઢને એચ.એ.ત્રીવેદીને અમદાવાદ અને મોડાસાથી ડી.આર.સ્વામીનારાયણને સુરેન્દ્રનગર બદલી કરવામાં આવી છે. જ્યારે નવ જજની સત્તામાં વધારો કરવામાં આવ્યો છે.

7537d2f3 23

જ્યારે રાજકોટનાં ૮ સહિત રાજ્યનાં ૪૧ એડી.જજોની કોર્ટ ટ્રાન્સફર કરવામાં આવી છે. જેમાં રાજકોટનાં ૧૦ માં અધિક ડીસ્ટ્રીક જજ વી.વી.પરમારને ૯ માં અધિ. ડીસ્ટ્રીક જજ, ૧૧ માં અધિક સેશન્સ જજ ડી.કે.દવેને ૧૦ માં અધિક. સેશ.જજ, ૧૨ માં અધિક સેશ. જજ એચ.એ.બ્રહ્મભટ્ટને ૧૧ માં અધિક. સેશ.જજ, ૧૩ માં અધિક સેશ. જજ એચ.એમ.પવારને ૧૪ માં અધિક સેશ.જજ, ૧૪ માં અધિક સેશ. જજ પી.એન.દવેને ૧૩ માં અધિક સેસન્સ જજ, ૧૫ માં અધિક સેશ. રાહુલ શર્માને ૧૪ માં અધિક સેશ.જજ અને ૧૬ માં અધિક સેશ.જજ પીંકી ત્રીવેદીને ૧૫ માં અધિક સેશ.જજ તરીકે જ્યારે ગોંડલનાં ૧૭ માં અધિક સેશ.જજ પી.એન.રાવલની ૧૬ માં અધિક સેશ.જજ તરીકે ટ્રાન્સફર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.