લોકસભાની ચુંટણીની કામગીરીને ધ્યાને લઈ કલાર્ક સંવર્ગના કર્મચારીઓને હંગામી ધોરણે બઢતી અપાયા બાદ નાયબ મામલતદારોની બદલીનો ઘાણવો ઉતર્યો
રાજકોટ જિલ્લાના ૨૪ નાયબ મામલતદારોની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. લોકસભાની ચુંટણીની કામગીરીને ધ્યાને લઈ કલાર્ક સંવર્ગના કર્મચારીઓને હંગામી ધોરણે બઢતી અપાયા બાદ ફરી ૨૪ નાયબ મામલતદારોની બદલીનો જિલ્લા કલેકટર દ્વારા ઘાણવો ઉતારવામાં આવ્યો છે.
રાજકોટ ખાતે જિલ્લા કલેકટર કચેરીના મતદાર યાદીના એમ.ડી. મહેતાની હકકપત્રક શાખામાં, મતદાર યાદીના જી.એચ.ચૌહાણની હકકપત્રક શાખામાં, રાજકોટ તાલુકા મામલતદારના બી.એફ. ચરાડવાની મધ્યાહન ભોજન યોજનામાં, કોટડાસાંગાણીના મતદારયાદીના એમ.ડી.મકવાણાની કોટડાસાંગાણી સર્કલ ઓફિસર તરીકે, લોધીકા મતદારયાદીના એચ. બી. મકવાણાની સર્કલ ઓફિસર તરીકે, જસદણ મતદારયાદીના એચ.ડી.દુલેરાની મધ્યાહન ભોજન યોજના કચેરીમાં, ગોંડલ મતદારયાદીના એ.એમ.મકવાણાની જસદણ મધ્યાહન ભોજન યોજનામાં, જેતપુર મતદાર યાદીના એચ. બી. મેઘાણીની મધ્યાહન ભોજન યોજનામાં, ધોરાજી મતદાર યાદીના એમ.આઈ.પટેલની સર્કલ ઓફિસર તરીકે, ઉપલેટા મતદારયાદીના ડી.એન.લુઆની થઈ-ધરામાં, જામકંડોરણાના મતદાર યાદીના એચ. એ. પરમારની પુરવઠામાં, પડધરી મતદારયાદીના કે.આર.ગઢીયાની મધ્યાહન ભોજન યોજનામાં, વિંછીયા મતદારયાદીમાં આર.બી.મઢાની થઈ-ધરામાં, મધ્યાહન ભોજન યોજના કચેરીના પી.ડી.ચૌહાણની રાજકોટ પૂર્વ મામલતદાર કચેરીમાં, રાજકોટ શહેર-૨ પ્રાંતના વી.ડી.સોનપાલની પશ્ર્ચિમ મામલતદાર કચેરીમાં, રાજકોટ ગ્રામ્ય પ્રાંતના ડી.સી. ગણાત્રાની જિલ્લા આયોજન કચેરીમાં, જસદણ પ્રાંતની મતદારયાદીમાં કે.ડી.પરમારની પ્રાંત કચેરીમાં, ગોંડલ પ્રાંતના એમ. આર. જોશીની સર્કલ ઓફિસર તરીકે, જિલ્લા પંચાયતના એન.કે. લાખાણીની જેતપુર ના.કા.ઈ કચેરીમાં, ધોરાજી પ્રાંતના એમ.આર.ડોડીયાની મુળ જગ્યાએ, શહેર દક્ષિણ મામલતદાર કચેરીના યુ.એલ.સી.ના આર. આઈ. ઉપાધ્યાયની શહેર દક્ષિણ મામલતદાર કચેરીમાં, ગોંડલ સર્કલ ઓફિસર એચ. પી. કોરાટની ગોંડલ મામલતદાર કચેરીમાં, જસદણ મામલતદાર કચેરીના પી.ડી.સુવાની મધ્યાહન ભોજન યોજનામાં અને વિંછીયા થઈ-ધરાના એન.એમ. પરમારની ગોંડલ પ્રાંતમાં બદલી કરવામાં આવી છે.