આઈએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી પૂર્વે જીએએસની ટ્રાન્સફરનો ગંજીપો ચિપાયો
રાજકોટ સીટી-1 પ્રાંત ગઢવીની પાલીતાણા પ્રાંત, સીટી-2 પ્રાંત ગોહિલની સિદ્ધપુર પ્રાંત, ડીએસઓ મંગુડાની વિસાવદર પ્રાંત, ધોરાજી પ્રાંત મિયાણીની સુરત પ્રાંત, ગોંડલ પ્રાંત આલની ગિરસોમનાથ ડીએસઓ, ડે. ડીડીઓ પટેલની અમદાવાદ ડીએસઓ,ગોંડલીયાની રાધનપુર પ્રાંત અને સ્ટેપ ડ્યુટીના પૂજાબેનની ધારી પ્રાંત તરીકે બદલી
રાજકોટના સીટી-1 પ્રાંત તરીકે કે.જી.ચૌધરી, સીટી-2 પ્રાંત સંદીપકુમાર વર્મા, ગોંડલ પ્રાંત એ.ડી.જોશી, મધ્યાહન ભોજન ડે. કલેક્ટર પી.વી. ગોંડલીયા, ધોરાજી પ્રાંત જયેશ લિખિયા, ગોંડલ પ્રાંત એ.ડી. જોષી, જસદણ પ્રાંત કે.વી. બાટી, ડે. ડીડીઓ રાહુલ ગમારા અને ડીએસઓ તરીકે અવનીબેન હરણની નિમણૂક
અબતક, રાજકોટ
રાજ્યમાં આઈએએસ અને આઇપીએસની બદલી પૂર્વે રાજ્યના ડેપ્યુટી કલેક્ટર કક્ષાના 134 જીએએસ અધિકારીઓની બદલી કારવામાં આવી છે. તેમજ નવા 33 અધિકારીને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.
પોરબંદર પ્રાંત અધિકારી કે.વી.બાટીને જસદણ પ્રાંત, ચોટીલા પ્રાંત આર.બી. અંગારીને સુરેન્દ્રનગર મધ્યાહન ભોજન ડે.કલેક્ટર, જસદણ પ્રાંત પ્રિયાંક ગલ્ચરને ચોટીલા પ્રાંત, મુંદ્રાના પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીને રાજકોટ સિટી-1 પ્રાંત, રાજકોટ સિટી-1 પ્રાંત સિધ્ધાર્થ ગઢવીને પાલીતાણા પ્રાંત, પાલીતાણા પ્રાંત સંદીપ કુમાર વર્માને રાજકોટ સિટી-2 પ્રાંત, રાજકોટ સિટી-2 પ્રાંત ચરણસિંહ ગોહિલને સિદ્વપુર પ્રાંત, મેંદરડા પ્રાંત ડો.વિપુલ કુમાર સાકરિયાને ધ્રોલ પ્રાંત, ધ્રોલ પ્રાંત એચ.પી.જોશીને પોરબંદર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જુનાગઢ ડીએસઓ એન.ડી.ગોવાણીને લાલપુર પ્રાંત, લાલપુર પ્રાંત નિતિન સાવલીયાને નવસારી સ્ટેમ્પ ડ્યુટી ડે.કલેક્ટર, રાજકોટ ડીએસઓ પ્રશાંત મંગુડાને વિસાવદર પ્રાંત, વિસાવદર પ્રાંત ડી.વી.વાળાને સિંહોર પ્રાંત, આણંદ સ્ટેમ્પ ડ્યુટી ડે.કલેક્ટર પી.વી. ગોંડલીયાને રાજકોટ મધ્યાહન ભોજન ડે.કલેક્ટર, જૂનાગઢ મનપાના ડે.કમિશનર જયેશ લિખીયાને ધોરાજી પ્રાંત, ધોરાજી પ્રાંત જી.વી.મિયાણીને સુરત પ્રાંત, બોટાદ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.પી. પટેલને ધ્રાંગધ્રા પ્રાંત.
જામનગર મનપાના ડે.કમિશન ડો.ભાર્ગવ ડાંગરને અમરેલી પ્રાંત, ગોંડલ પ્રાંત આર.જી.આલને ગીર સોમનાથ ડીએસઓ, જૂનાગઢ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.એન.સરવૈયાને વઢવાણ પ્રાંત, ભાવનગરના ડે.ડીડીઓ રાહુલ ગમારાને રાજકોટ ડે.ડીડીઓ, રાજકોટ ડે.ડીડીઓ મિતુલ પટેલને અમદાવાદ ડીએસઓ, ભાવનગર ડીએસઓ ભૂમિકા વટાલીયાને ગીર સોમનાથ ડે.કલેક્ટર, જામનગર ડે.ડીડીઓ પાર્થ કોટડીયાને ખંભાળીયા પ્રાંત, ખંભાળીયા પ્રાંત ધાર્મિક ડોબરીયાને જામનગર પ્રાંત, રાજકોટ ડે.ડીડીઓ નિર્ભય ગોંડલીયાને રાધનપુર પ્રાંત, રાજકોટ સ્ટેમ્પ ડ્યુટી ડે.કલેક્ટર પુજા જોટાણીયાને ધારી પ્રાંત, ધારી પ્રાંત હિતેશ જનકાતને ભાવનગર પ્રાંત તરીકે મુકવામાં આવ્યા છે.
બીજી બાજુ 33 નવા અધિકારીઓને પોષ્ટીંગ આપવામાં આવ્યા છે જેમાં યોગીરાજસિંહ જાડેજાને સુરેન્દ્રનગર સ્ટેમ્પ ડ્યુટી, ભૂમિ કેસવાલાને જૂનાગઢ પ્રાંત, પરેશ કુમાર પ્રજાપતિને મુંદ્રા પ્રાંત, હર્ષદિપ આચાર્યને જામનગર સ્ટેમ્પ ડ્યુટી, હિરલ દેસાઇને પોરબંદર ડે.કલેક્ટર, સંજય ચૌધરીને ભચાઉ પ્રાંત, પૂજા શાહને બરવાડા પ્રાંત, સુરત સુથારને ભાવનગર ડીએસઓ, દેવાંગ રાઠોડને મોરબી ડીએસઓ, શ્ર્વેતા પંડ્યાને અમરેલી ડીએસઓ, ગ્રિષ્મા રાઠવાને દેવભુમિ દ્વારકા ડે.કલેક્ટર, ચાંદની પરમારને જૂનાગઢ સ્ટેમ્પ ડ્યુટી, પારસ વંદાને કુતિયાણા પ્રાંત, કિશન ગરશારને કેશોદ પ્રાંત અને અવનીબેન હરણને રાજકોટ ડીએસઓ તરીકે મુકવામાં આવ્યા છે.