રાજકોટ રેલ્વેનાં એસ.એચ.બામરોટીયાને ૧૫માં અને મ્યુનિ.નાં એસ.બી.શાહને ૧૪માં અધિક સિવિલ જજ તરીકે મુકાયા
ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમુર્તિનાં આદેશથી સૌરાષ્ટ્રનાં ૧૨ સહિત રાજ્યનાં ૨૮ જજોને બઢતી આપી ૩૦ સિનિયર સિવિલ જજોની બદલીનાં હુકમ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ રેલ્વેમાં ફરજ બજાવતા એસ. એસ. બામરોટીયાને ૧૫ માં અને મ્યુનિ. કોર્ટનાં એસ.બી.શાહને ૧૪માં સિનિયર સિવિલ જજ તરીકે નિમણુંક આપવામાં આવી છે.
વધુ વિગત મુજબ ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમુર્તિનાં આદેશ અનુસાર રજીસ્ટ્રાર ઓફ જનરલ દ્વારા મોડી સાંજે બઢતી અને બદલીનાં હુકમો કરવામાં આવ્યા જેમાં ૨૮ સિવિલ જજોની સિનિયર સિવિલ કેડરમાં બઢતી આપી બદલી કરવામાં આવી છે. જેમાં રાજકોટ મ્યુનિ.કોર્ટમાં જ્યુ.મેજી. તરીકે ફરજ બજાવતા એસ.બી.શાહને ૧૪ માં, રાજકોટ રેલ્વેનાં એસ.એચ.બામરોટીયાને બઢતી આપી ૧૫ માં એડી.સિનિયર સિવિલ જજ તરીકે નિમણુંક આપવામાં આવી છે જ્યારે સુરેન્દ્રનગરનાં ભરત પોપટને સુરેન્દ્રનગરની કોર્ટમાં, ભાવનગર જેનીફરને ભાવનગર, કોડીનાર અમઝદખાન મલેકને હિંમતનગર, જુનાગઢથી મયુરી ભાલીયાને અમદાવાદ, ભાવનગર ઈમ્તીયાના શેખને ભાવનગર, ટંકારાથી બી. જી. બાયડ, રાપરથી પી. વી. ભીંમર ગાંધીધામ, લખપતથી સી. આર. મોદીને ભુજ જુનાગઢથી બી. સી. ભાલીયાને અમદાવાદ અને જામનગરથી આર. એસ. શેખને જામનગર બઢતી આપી બદલીનાં હુકમો કરવામાં આવ્યા છે.