વિરમગામ એસઆરપી ગૃપ 20ના સેનાપતિ આર.એમ.પાંડેની વડોદરા હથિયારધારી એકમ અને જામનગર એસપી દિપેન ભદ્રનને એટીએસમાં પ્રમોશન સાથે નિમણુંક
રાજયમાં એસપી કક્ષાના સાત આઇપીએસ અધિકારીને ડીઆઇજી તરીકે બઢતી આપી બદલી કરવામાં આવી છે. જેમાં વિરમગામ એસઆરપી ગૃપ 20ના સેનાપતિ આર.એમ.પાંડેને વડોદરા હથિયારી એકમ અને જામનગર જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રેનને એટીએસમાં ડીઆઇજી તરીકે પ્રમોશન સાથે બદલી કરવામાં આવી છે.ગુજરાત કેડરના 2007ની બેન્ચના આઇપીએસ આર.એમ.પાંડે વિરમગામ ખાતે એસઆરપી ગૃપ 20માં સેનાપતિ તરીકે પસંશનીય ફરજ બજાવી તેમને બઢતી આપવામાં આવતા તેમની વડોદરા હથિયારધારી એકમના વડા તરીકે નિમણુંક આપવામાં આવી છે.
જ્યારે જામનગર જિલ્લાના ભૂ માફિયા જયેશ પટેલના નેટવર્કને તોડવા માટે ખાસ મુકાયેલા એસપી દિપેન ભદ્રેનની બઢતી સાથે એટીએસમાં ડીઆઇજી તરીકે બદલી કરવામાં આવી છે. જામનગરમાં ચાલતી ગેર કાનૂની પ્રવૃતિને ડામવા માટે દિપેન ભદ્રેનની જામનગર એસપી તરીકે નિમણુંક આપવામાં આવ્યા બાદ જયેશ પટેલની ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી જયેશ પટેલના સાગરિત પોલીસ અને વકીલો સહિતના શખ્સોને જેલ હવાલે કર્યા છે.
અમદાવાદ ડીસીપી ઝોન-3 મકરંદ ચૌહાણને લાંચ રૂશ્વત વિરોધી શાખા, સીઆઇડી ક્રાઇમના એસપી સૌરભ તોલબીંયાને તેમની મુળ જગ્યાને અપગ્રેટ કરી સીઆડી ક્રાઇમમાં જ ડીઆઇજી તરીકે નિમણુંક આપવામાં આવી છે.
સુરત લાજપોર જેલના એમ.એલ.નિનામાને સુરત જેલના ડીઆઇજી તરીકે પોસ્ટીંગ અપાયું છે. ગાંધીનગર એમ.ટી.વિભાગના એસપી ડી.એચ.પરમારને તેમની મુળ જગ્યાએ જ બઢતી સાથે નિમણુંક આપવામાં આવી છે અને પશ્ર્ચિમ રેલવેના પરિક્ષિતા રાઠોડને સીઆઇડી ક્રાઇમમાં ડીઆઇજી તરીકે નિમણુંક આપવામાં આવી છે.
એસપી કક્ષાના અધિકારીઓની ટૂંક સમયમાં બદલી
રાજયના સાત એસપી કક્ષાના આઇપીએસ અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેના પગલે જામનગર જિલ્લા પોલીસ વડા, અમદાવાદ શહેર ડીસીપી ઝોન-3 અને વિરમગામ એસઆરપી સેનાપતિ તેમજ પશ્ર્ચિમ રેલવેના એસપીની જગ્યા ખાલી પડતા ત્યાં ટૂંક સમયમાં જ નિમણુંક આપવામાં આવશે. એસપી કક્ષાના પોલીસ અધિકારીની બદલીનો વધુ એક ઘાણવો નીકળનાર છે.
‘અબતક’ સાથે પારિવારીક સંબંધો ધરાવતા ડીઆઇજી પાંડે
રાજકોટમાં ડીસીપી તરીકે પ્રસંશનીય ફરજ બજાવી લોકપ્રિય બનેલા રમેશચંદ્ર પાંડે
વલસાડ જિલ્લાના ઉમરગામના વતની રમેશચંદ્ર પાંડેને રાજકોટ સાથે જુનો નાતો છે તેમ ‘અબતક’ મિડીયા હાઉસ સાથે પારિવારીક સંબંધો ધરાવે છે. આર.એમ.પાંડેની બઢતી સાથે થયેલી બદલીના પગલે નઅબતકથ મિડીયા હાઉસના મેનેજીંગ તંત્રી સતિષકુમાર એસ.મહેતા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.
આર.એમ.પાંડે 1997માં મામલતદાર તરીકે ફરજ બજાવી 1999માં જીપીએસસીની કલાસ વનની પરિક્ષા પાસ કરી તેઓ ડીવાય.એસ.પી. પોલીસ ડીપાર્ટમેન્ટમાં જોડાયા હતા. રાજકોટ ગ્રામ્યમાં ડીવાય.એસ.પી. તરીકે ફરજ બજાવી હતી. તેમને વર્ષ 2007માં આઇપીએસ કેડરમાં પસંદગી પામ્યા હતા. રાજકોટ શહેરમાં 2011-12માં ડીસીપી તરીકે ફરજ બજાવી છે.
રાજકોટ શહેરમાં ક્રાઇમ રેટ ઘટાડવા માટે રાતે 11 વાગે સમગ્ર શહેરમાં કામ-ધંધા બંધ કરાવતા ગુનાખોરી પર અંકુશ આવ્યો હતો.રાજકોટ બાદ આર.એમ.પાંડેને વાલીયા ખાતે એસઆરપી ગૃપ-10માં બદલી થઇ હતી.
ત્યાંથી તેમને સુરત લાજપોર જેલ ખાતે નિમણુંક આપવામાં આવી હતી. આર.એમ.પાંડેને વિરમગામ એસઆરપી ગૃપ-20માં સેનાપતિ તરીકે પસંશનીય ફરજ બજાવ્યા બાદ બઢતી સાથે વડોદરા હથિયારધારી એકમના વડા તરીકે નિમણુંક આપવામાં આવી છે.