અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેંક અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેંકમાં ૨૦૦૦ કરોડ ફસાયા!
દેશમાં નોટબંધી બાદ સરકારી બેંકોમાં મોટા પ્રમાણમાં રૂપિયાની હેરફેર ઈ રહી છે તેવી જાણકારીને પગલે રિઝર્વ બેંક દ્વારા નોટ બદલી આપવાની પ્રક્રિયામાંી સહકારી બેંકોને દૂર કરી નાખી હતી. આમ છતાં ગુજરાતની જાણીતી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક અને રાજકોટ ડિસ્ટી્રક્ટ બેંક દ્વારા મોટા પાયે જૂની નોટ સામે નવી નોટ આપવામાં આવી હતી, પરંતુ આ મામલે હવે આ બંનેે જિલ્લા બેંકો મુશ્કેલીમાં મુકાઈ હોવાનું જાણવા મળે છે.
નોટબંધી સમયે એવા આક્ષેપો ઉઠયા હતા કે, સહકારી બેંકોમાં ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આ આક્ષેપોએ જોર પકડતા આરબીઆઇએ નિર્ણય કરીને સહકારી બેંકોમાં નોટો બદલવાની કામગીરી પર રોક પણ મૂકી હતી. ત્યારે હવે હિસાબોની કામગીરી શ‚ થતા સહકારી બેંકો ફસાઇ રહી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ બેંકો પાસે લગભગ ૨૦૦૦ હજાર કરોડ રૂપિયા કરતા વધુ કિમંતની ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ છે. જે રિઝર્વ બેંકે લેવાનો ઈનકાર કરી દીધો હોવાનું જાણવા મળે છે. નોટબંધીના આદેશ બાદ રાજકિય આગેવાનો જુદી જુદી પદ્ધતિ દ્વારા પોતાના કરોડો રૂપિયાનું કાળું નાણું બદલાવી રહ્યા છે, જેમાં સહકારી બેંકોનો ઉપયોગ ઈ રહ્યો છે તેવી ફરિયાદ ઉઠવા પામી હતી. રિઝર્વ બેંકની ના છતાં પણ એડીસી અને આરડીસી બેંકોએ પાછળના બારણે પોતાની પાસે પડી રહેલી કરોડો રૂપિયાની રોકડ બદલી જૂની નોટો બેંકોની તિજોરીમાં મૂકી દીધી હતી. ત્યાર બાદ આ બેન્કો દ્વારા રિઝર્વ બેંકમાં જૂની નોટ ભરવાનો પ્રયાસ યો ત્યારે રિઝર્વ બેંક દ્વારા વિગતવારની માહીતી સો પૈસા ભરવાની સૂચના આપતા આ બેંકો ક્યારે અને કઈ તારીખે કોના તરફી કેટલી જૂની નોટ રજૂ ઈ તેનો હિસાબ આપી શક્યા નહીં.
જેના પરિણામે રિઝર્વ બેંક દ્વારા આ બેંકોની બિનહિસાબી રકમ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. જો હવે રિઝર્વ બેંક જૂની નોટ સામે નવી નોટ બેંકોને આપે નહીં તો એશિયાની સૌી મોટી ગણાતી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક અને રાજકોટ ડિસ્ટ્રક્ટ બેંક સંકડામણમાં મુકાઈ શકે તેમ છે. આ બંને સહકારી બેંકો ઉપરાંત અન્ય સહકારી બેંકોની તિજોરીમાં પણ જૂની નોટો કરોડો રૂપિયામાં પડી છે.