જમવાનું બંધ ન કરો, જીમ જવાનું ચૂકશો નહીં, વારંંવાર ખાવું નહી, વધુ પડતી કસરત ન કરવી, ડાયેટીંગ ફોલો ન કરવું, બર્ન કેલેરીની ગણતરી બંધ કરવાથી નોંધપાત્ર ફાયદો થશે
આજની આધુનિક જીવનશૈલીની લોકોના જીવનને ઘણી આડ અસરો મળી છે. ઝડપી અને ફાસ્ટફુડના જમાનામાં સ્થુળતા એક મોટો પડકાર બની ગયો છે. વજન ઘટાડવા માટે લોકો કેટકેટલાય પ્રયત્નો કરતા હોય છે. ઘણા યોગ્ય પ્રમાણમાં જમતા હોવા છતાં અને કસરત પણ કરતા હોવા છતાં ધાર્યુ પરિણામ મેળવી શકતા નથી. પરંતુ જો યોગ્ય માર્ગે અને દિશામાં ચપળતાપૂર્વકના પ્રયત્નો કરવાથી ધાર્યુ અને લાંબા ગાળાનું પરિણામ મળી શકે છે. ઘણા લોકો નાની નાની ભૂલોના લીધે ઘણી મહેનત કરતા હોવા છતાં ધાર્યા પ્રમાણે વજન ઉતારી શકતા નથી. આ નાની ભૂલોની અવગણના વજન ઘટાડવાની તમારી યોજના પર મોટાપાયે નકારાત્મક અસર લાવી શકે છે. વારંવાર વજનકાંટા સામે જોવાથી કે આંધળુકીયા મહેનત કરવાથી વજન ઘટશે નહીં, તેના માટે કેટલાક નિયમોનું અનુકરણ કરવું જરુરી છે.
જમવાનું બ:ધ ન કરો – વજન ઘટાડવા માંગતા લોકો આ પહેલી અને સામાન્ય ભૂલ કરી બેસે છે. ખાવાનું ટાળવું એ કોઇ રીતે ઉપયોગી સાબિત નહીં થાય.
જો તમે કોઇ વ્યકિતમાં ઓછા ખોરાક કર્યા બાદ ઝડપી પરિણામ રૂપે વજન ઘટયાનું જોવું હોય તો એ માત્ર ટુંકાગાળા માટે જ રહેશે. જમવામાં કાપ મૂકીને વજન ઘટાડવો એ ખૂબ જ હાનિકારક રસ્તો છે. જે શરીર પર વિપરીત અસર કરે છે. જો તમે ફરી જમવાનું શરુ કરશો તો વજન વધવા લાગશે. તેથી જમવાનું ઓછું કરી વજન ઘટાડવો સાચો માર્ગ નથી.
જીમ સેશનનો ટાળવાનું ટાળો: વજન ઘટાડવા માટે જીમ જનારાઓ ઘણીવાર એવું વિચારતા હોય છે કે એક દિવસ ચૂકી જવાથી કોઇ ફરક નહી પડે. આ એક મોટી ભૂલ છે કે એક દિવસ ચૂકી જવાથી કોઇ ફરક નહી પડે. આ એક મોટી ભૂલ છે. વેઇટ લોસ મિશનની અહીં જ અટકી જાય છે. જીમ સેશનનો એક પણ દિવસ ચૂકવો નહી બાકી ધાર્યુ પરિણામ નહી મળે.
વારંવાર ખાવું નહી ઘણા લોકો વારંવાર થોડું થોડું ખાતા હોય છે. ઘણાને તેમની તાસીર, લેવાતી દવાઓ અને આરોગ્યની દ્રષ્ટિએ કારગત નીવડતું હશે, પરંતુ વજન ઘટાડવાનો આ યોગ્ય માર્ગ નથી. આવું કરનારાઓમાં જો તમને ઝડપી પરિણામ જોવા મળે તો એવા નિર્ણય પર ન પહોચવું કે આ એક માત્ર યોગ્ય રસ્તો છે. અન્ય કારણોસર પણ એવું બનતું હોય છે. વધુ પડતી કસરત ન કરવી – ઘણા લોકોને એવી ખોટી ધારણા હોય છે કે વધુ કસરત કરવાથી ઝડપી અને ધાર્યુ પરિણામ મળશે. પરંતુ આ ધારણા પણ ખોટી છે. વર્કઆઉટ કર્યા બાદ શરીરને પૂરતા આરામની જરુર પડે છે. આ આરામ પછીના સેસન માટે શરીરના સ્નાયુઓને રિપેર કરે છે.
ડાયેટ ટ્રેન્ડ ફોલો કરવાથી બચવું વજન ઘટાડવાની પ્રક્રિયા હંમેશા તંદુરસ્ત રીતે થવી જોઇએ. ડાયેટ ટ્રેન્ડ ફોલો કરવાને બદલે તમારા ડોકટરની સલાહ લેવી યોગ્ય છે. ડોકટરની સલાહ વિના ડાયેટ ટ્રેન્ડ ફોલો કરવાની ધાર્યુ પરિણામ નહી મળે, વજન ઘટાડવો એ માત્ર પ્રક્રિયા ન રહેતા શરીરને જરુરી ચરબી કરતા વધારાની ચરબી ઉતારવાની એક અભિગમ છે.
બર્ન કેલહીની નોંધ લેવાનું ટાળવું વજન ઘટાડવાના રસ્તે થોડું આગળ ધપેલા લોકો કેટલી કેલફી બર્ન થઇ તે ગણવા માંડે છે. જો કે એક રીતે સારી બાબત છે. કે તમે તમારા મિશન પર કર્યા પહોચ્યા એ જાણવું. પરંતુ બીજી બાજુ વ્યકિત પર વધારાનો બોજ પણ પડે છે. વજન ઉતારવો એ ખ્યાલ માત્ર કેલરી બર્ન કરવી નથી. આ જાણવા માટે માત્ર નિષ્ણાંતો જ તમારી મદદ કરી શકે છે. તેથી જાતે ગણતરી માંડવાનું ટાળવું જોઇએ.
આથી જે તે વ્યકિતએ વજન ઘટાડવા પાછળ એટલું વળગી ન રહેવું કે ધાર્યુ પરિણામ ન મળે. એવી સ્થિતિમાં પણ મૂકાઇ ન જવું કે મહેનત કરવા છતાં પરિણામ ન મળે. વજન હંમેશા તંદુરસ્ત રીતે ઉતરી તેનું ઘ્યાન રાખવું. તમને ખુશી આપે તેવી દૈનિકચર્યા અનુસરવી આળસ ખંખેરવી અને યોગ્ય પ્રમાણમાં ખોરાક લેવાનું રાખવું. તંદુરસ્ત જીવનશૈલી જાળવી રાખવાથી આપો આપ તમારુ મંદિર સમાન શરીર તંદુરસ્ત અને શેપમા રહેશે.