Abtak Media Google News
  • તેલમાં ટ્રાન્સ-ફેટી એસિડ્સનું પ્રમાણ વધવા ,સ્મોકિંગ પોઇન્ટ ખૂબ ઓછા થઈ જાય છે
  • તળેલું તેલનો ઉપયોગ જ કરવો હોય તો તેમને ઓછા તાપમાને ગરમ કરવું અને તડકા માટે અને લોટમાં મોણ તરીકે ઉપયોગમાં લેવું હિતકારક

ગુજરાતી પરિવારોમાં નાસ્તાની ભરમાર હોય છે. રોજેરોજ ગરમાગરમ મઠિયા, ફાફડા, ભજીયા, પૂરી બનતા રહે છે, અને પિરસાતા રહે છે. સમોસા ને ભજીયા તો સામાન્ય નાસ્તા છે. મોટાભાગના ગુજરાતી નાસ્તા તેલ વગર બનતા નથી. ત્યારે આવામાં ગુજરાતીઓનો તેલનો વપરાશ વધી રહ્યો છે. પરંતુ કેટલાક પરિવારોમાં કઢાઈમાં બચેલા તેલનો વારંવાર ઉપયોગ થતો રહે છે. એક નાસ્તા બાદ એ જ તેલમાં બીજો નાસ્તો બનાવવામાં આવે છે. બચેલા તેલને વાપરવું એ કરકસરનો જ એક ભાગ ગણાય છે. પરંતુ આવી કરકસર કરનારાઓને ખબર નથી કે, તળેલુ તેલ ફરીથી ઉપયોગમાં લેવુ કેટલુ નુકસાનકારક બની શકે છે. તે આગળ જઈને અનેક બીમારીઓને આમંત્રણ આપી શકે છે.

ઘણી વખત જ્યારે પણ ઘરે કેટલીક ભજીયા, પુરીઓ અથવા કોઈ પણ તળવાની વસ્તુઓ બનાવવામાં આવે છે, ત્યારે લોકોને બાકીના તેલનો ફરીથી ઉપયોગ કરવાની આદત હોય છે. જો કે તેલની વધતી કિંમતોને કારણે, તે કરવું જરૂરી બની રહ્યું છે. ઘણા લોકો તેલને એક વાર ગરમ કર્યા પછી ફરીથી ઉપયોગ કરે છે.

 એક વખત વપરાયેલ તેલનો વારંવાર ઉપયોગ કરવો તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે હાનિકારક છે. 

રસોઈના તેલનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે બગડવા લાગે છે અને તેલમાં ટ્રાન્સ-ફેટી એસિડ્સનું પ્રમાણ વધવા લાગે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. ખાસ કરીને ઠંડા તેલને ફરીથી ગરમ કરવાનું ટાળો, કારણ કે તેમાં સ્મોકિંગ પોઇન્ટ ખૂબ ઓછા હોય છે. સરસવનું તેલ, રાઇસ બ્રાન તેલ વગેરે જેવા વનસ્પતિ તેલનો ઉપયોગ હજુ પણ એકવાર કરી શકાય છે, તેમ છતાં તેને ટાળવાની સલાહ આપવામાં આવે છે.

કોલેસ્ટ્રોલની સમસ્યા વધવાની શક્યતા

ફરીથી તેલનો ઉપયોગ કરો છો, તે મુક્ત રેડિકલ બનાવી શકે છે અને લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવો તમારા માટે હાનિકારક છે. આ મુક્ત રેડિકલ કાર્સિનોજેનિક હોઈ શકે છે, જે તમારા શરીર પર ભારે પડી શકે છે. આ સિવાય કોલેસ્ટ્રોલ વગેરેની સમસ્યા વધવાની શક્યતા છે. ઘણા લોકો ગળામાં બળતરાની ફરિયાદ પણ કરે છે, અને હૃદય સંબંધિત રોગો પણ થાય છે.

ફરીથી ઉપયોગ કંઈ રીતે કરવો?

તેલનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ, જો તમે તે કરવા માંગતા હો, તો પણ તમારે ફરીથી તળવા માટે વપરાયેલા તેલનો ઉપયોગ ન કરવો જોઈએ. તડકો લગાવવા કે વઘાર કરવા અથવા લોટમાં મોણ તરીકે વાપરી શકાય છે. કારણ કે, વઘાર વગેરે કરવામાં તેલને સ્મોકિંગ પોઈન્ટ સુધી ગરમ કરવાની જરૂર નથી. તેથી તેનો વારંવાર અને ફરીથી ઉપયોગ થવો જોઈએ નહીં. ખરેખર, ધુમાડો થાય ત્યાં સુધી જેટલું વધુ તેલ ગરમ કરવામાં આવે છે, તેટલું જ તે હાનિકારક છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.