દેશના લગભગ હજાર જીલ્લાઓની આરટીઓ કચેરીમાં નવા સોફ્ટવેર અપડેટ કરવાની યોજના અતર્ગત રાજકોટની આરટીઓમાં 10 થી 18 જુલાઈ સુધી માત્ર લાઈસન્સને લગતી કામગીરી સિવાય તમામ કામ કાજ બંધ રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી મોરઝરિયાએ જણાવ્યું હતું.આ બાબતે લોકોને અને વાહનનું વેચાણ કરતા ડીલર વિક્રેતાઓને પણ 10 જુલાઈથી 9 દિવસ સુધી નોધણી સહિતની કામગીરીબંધ રાખવા જણાવવામાં આવ્યું છે.મહિનામાં ચારે જીલ્લામાં નવા વર્જનની પ્રક્રિયા પૂરી થઈ જશે.પણ કર્મચારીમાં ટેકનીકલ જ્ઞાન ન હોવાથી શરૂઆતની કામગીરી ધીમી રહેશે.આરસી બુકના બદલે હવેથી એપ્લીકેશન નંબરના આધારે જ તમામ કાર્યવાહી થશે.
દેશમાં મોટા ભાગની RTO કચેરીમાં અત્યારે નવા સોફ્ટવેરનું અપગ્રેડેશન ચાલુ છે.