હત્યાના ગુનામાં આજીવન સજા પેરોલ દરિમયાન હત્યાની કોશિષ સહિત ગુના: ક્રાઇમ બ્રાંચે બે દિ’ પૂર્વ લોડેડે બે હથિયાર સાથે ઝડપાયો’તો
સૌરાષ્ટ્રમાં પ્રથમ અમરેલીની કુખ્યાત સોનુ ડાંગર ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધી ૭ આરોપીની ધરપકડ કરી હતી. ગુજસીટોક સહિત ત્રણ ગુનામાં વોન્ટેડ શખ્સને રાજકોટ પોલીસે હથિયાર સાથે ઝડપી લેતા અમરેલી પોલીસે કબ્જો લઇ ગુજસીટોકના ગુનામાં ૧૦ દિવસના રિમાન્ડની માંગ સાથે રાજકોટની સ્પે. ગુજસીટોક કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટ આરોપીના ૬ દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો છે.
આ કેસની વિગત મુજબ અમરેલી સહિત અગલ અગલ સાત જિલ્લામાં પોતાનું નેટવર્ક ઉભુ કરી ખૂન, ખુનની કોશિષ, અપહરણ, ધાક ધમકી, ખંડણી, મનીલેન્ડ, સરકારી જમીન ઉપર દબાણ અને હથિયારોની હેરાફરી સહિતના અનેક ગુનાઓમાં સડોવાયેલી કુખ્યાત સોનુ ડાંગર ગેંગ વિધ્ધ અમરેલી પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સોનલ ઉર્ફે સોનુ ઉર્ફે ચંદુ ડાંગર, શિવરાજ ઉર્ફે મુના રાકુ વિછિંયા, શૈલેષ નાથા ચાંદુ, દાદેશ ઉર્ફે દાદુ નાથા ચાંદુ, અશોક જેતા બોરીયા, બાલસિંગ જેતા બોરીયા, વનરાજ મંગળુ વાળા, નરેન્દ્ર ઉર્ફે નટુ સુરગા ખુમાણ અને ગૌતમ નાજકુ ખુમાણની ધરપકડ કરી રિમાન્ડ પર લેવામાં આવતા સાવરકુંડલામાં ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ અને આમ એકટના ગુનામાં રાજકોટ જેલમાં આજીવન સજા ભોગવતો અને સાડા ચાર વર્ષથી પેરોલ જંપ કરી નાસી છૂટેલા અમેરલીના લીલીયા પંથકના ખુંખાર, ચંપુ બાબા વિંછિયા, રવિ અમરા રાઠોડ અને વિક્રમ જેતું ચાંદુનું નામ ખુલતા અમરેલી પોલીસે શોધખોળ હાથ ધરી હતી.
આ જીવન કેદની સજામાં પેરોલ જંપ કરીને નાસી છુટેલા ગુજસીટોક સહિત ત્રણ ગુનામાં વોન્ટેડ ચંપુ વિછિંયાને રાજકોટ ક્રાઇમ બ્રાંચે બે પિસ્તોલ, ૧૭૪ જીવતા ઇલેસ્ટ્રીક ડિટોનટરે અને નાગપુર બનાવટના ૨૧૬ જીવતા કાર્ટિસ અને બે ખાલી મેગઝીન સાથે ઝડપી લીધો હતો. હથિયાર સાથે ઝડપાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ જામીન મુકત કરતા અમેરલી પોલીસે ગુજસીટોકના ગુનામાં કબ્જો લઇ ચંપુ વિછિંયાને રાજકોટની સ્પે. ગુજસીટોક કોર્ટમાં ૧૦ દિવસના રિમાન્ડ સાથે રજૂ કરવામાં આવ્યો હતો. જયાં કેસ ચાલવા ઉ૫ર આવતા ઇન્ચાર્જ ડિસ્ટ્રીકટ જજ કેડી દવેએ બંને પક્ષોની રજૂઆતોને ધ્યાને લઇ આરોપીના ૬ દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે રાજકોટ જિલ્લા સરકારી વકીલ સંજય વોરા રોકાયા હતા.
ઘાતક હથિયાર સાથે ઝડપાયેલા વોન્ડેટ શખ્સના જામીન મંજૂર
ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરેલી પંથકના લીલીયાના ખુંખાર ચંપુ બાબાભાઇ વિછીંયાને દેશી બનાવટની પીસ્તોલ, રીવોલ્વર અને છ જીવતા કારતૂસ સાથે ઝડપી લીધો હતો. જેની તપાસ કરતા ચંપુ સામે વર્ષ ૨૦૧૧માં સાવરકુંડલામાં આ જીવનની સજા થયેલી હતી. હત્યાનો પ્રયાસનો ગુન્હો નોંધાયેલો હતો. આ જીવન કેદની સજામાં રાજકોટ જેલ ખાતેથી પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો. અમરેલી પોલીસને ગુજસીટોકના ગુન્હામાં વોન્ટેડ હોય તેની જાણ કરેલ હતી.
બાદ હથિયારના ગુન્હામાં તેની ધરપકડ કરી કોટર્ર્ હવાલે કરેલા જે અનુસંધાને તેણે પોતાના એડવોકેટ મારફતે રાજકોટની કોર્ટમાં જામીન અરજી કરી હતી.
જે જમીન અરજી ચાલવા પર આવતા બંને પક્ષોની દલીલોને ધ્યાને લઇ કોર્ટ ચંપુ વિછીંયાને શરતી જમીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવ્યો છે.
બચાવ પક્ષે એડવોકેટ તરીકે અમિત એન. જનાણી, જીતેન્દ્રસિંહ પરમાર, ઇકબાલ થૈઇમ અને ચિરાગ મેતા રોકાયેલા હતા.