મગજને લગતા તમામ રોગના નિદાન- અધતન સારવાર વિશે કરશે ગહન ચર્ચા
રાજકોટ ન્યુરોસર્જન્સ એસોસીએશન દ્વારા રાજકોટમાં પ્રથમ વખત ન્યુરોસર્જન્સની રાજ્ય કક્ષાની બે દિવસની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે . આવતીકાલથી બે દિવસ માટે યોજાનારી આ કોન્ફરન્સમાં ગુજરાત ઉપરાંત દેશભરનાં નામાંક્તિ ન્યુરોસર્જન્સ ભાગ લેશે એમ એસોસીએશનના પ્રમુખ અને જાણીતા ન્યુરોસર્જન ડો . હેમાંગ વસાવડાની એક યાદીમાં જણાવાયું છે . ગૂજ ન્યુરોકોન 2023 કોન્ફરન્સમાં મગજના રોગોને લગતાં નિદાન અને અદ્યતન સારવાર વિશે ગહન ચર્ચા કરવામાં આવશે.
ડો. હેમાંગ વસાવડાના જણાવ્યા અનુસાર રાજકોટ ન્યુરોસર્જન્સ એસોસીએશન દ્વારા સોસાયટી ઓફ ન્યુરોસર્જન્સ ઓફ ગુજરાતના સહયોગથી રાજકોટમાં પ્રથમ વખત રાજયકક્ષાની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. આવતીકાલ તા. 4 ફેબ્રુ . 2023 થી બે દિવસ માટે હોટલ સિઝન્સ ખાતે ન્યુરોસર્જનોની કોન્ફરન્સમાં દેશભરનાં નામાંક્તિ ન્યુરોસર્જનો દ્વારા ગુજરાતના ન્યુરોસર્જનો સાથે મગજની સારવાર વિશે ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવશે . દેશભરમાંથી 22 જેટલાં વરીષ્ઠ ન્યુરોસર્જન ખાસ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી યુવા ન્યુરોસર્જનોને મગજના વિવિધ રોગ, નિદાન અને તેની વિશ્વકક્ષાની સારવાર વિશે માર્ગદર્શન આપશે . ગુજરાતના 163 ન્યુરોસર્જન કોન્ફરન્સમાં ભાગ લઈ પોતાના જ્ઞાનમાં વૃધ્ધી કરશે. કોન્ફરન્સમાં મગજની જુદી જુદી ગાંઠો, મગજના કેન્સર, મગજની નળીને લગતા વિવિધ રોગ, મણકાના રોગ અને તેની આધુનીક સારવાર વિશે ષ્ણા તબીબો માર્ગદર્શન આપશે. 19 થી વધુ યુવા ન્યુરોસર્જન પોતાના સંશોધન પેપર રજુ કરશે. ગુજરાત મેડિકલ કાઉન્સીલ અને ન્યુરોલોજીની અખિલ ભારતીય કમિટિ દ્વારા કોન્ફરન્સને રાષ્ટ્રીયસ્તરની કોન્ફરન્સ જાહેર કરવામાં આવી છે જે રાજકોટ ન્યુરોસર્જન્સ એસોશીએશન માટે ગૌરવની વાત છે.
કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના પીઢ ન્યુરોસર્જનોનું લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવશે . રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નામના ધરાવતા દેશનાં ન્યુરોસર્જનો મુંબઈના ડો . પી . એસ.રામાણી , ડો . બી . કે . મીશ્રા , ડો . અનીલ કારાપુરકર , લંડનથી ડો . પ્રજ્ઞેશ ભટ્ટ , ડો . સુરેશ નૈયર , ચંદીગઢથી ડોં . મંજુલ ત્રિપાઠી , કોલ્હાપુરના ડો . એસ . એમ . રોહીદાસ , નવી દિલ્હીના ડો . શરતચંદ્ર , કોચીના ડો . અચ્ચાદુરાઈ , હૈદ્રાબાદના ડો . માનસ પાણીગ્રહી , મુંબઈના ડો . બટુક દીચોરા , કોઈમ્બતુરના ડો . પ્રથીબન , પુનાના ડો . સુશીલ પાટકર , બેંગ્લોરના ડો . રાજકુમાર દેશપાડે , ગુરગાંવના ડો . સુમીતસિંહા , ડો . ગૌરવ ગોએલ , એઈમ્સ – નવી દિલ્હીના ડો . પંકજસિંહ , રૂસીકેશના ડો . નિશાંત ગોએલ , મુંબઈના ડો . જયેશ સરધારા સહિત અનેક નામાંકિત ન્યુરોસર્જન કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે .
કોન્ફરન્સના ચેરમેન ડો . હેમાંગ વસાવડા રાજકોટ ન્યુરોસર્જન્સ એસોસીએશનના માનદ્ સંચાલક ડો . પ્રકાશ મોઢા , કોષાધ્યક્ષ ડો . રાજેન્દ્ર ત્રિવેદી , પેટ્રન ડો . કિરીટ શુકલ , ડો . નિમિષ ત્રિવેદી , ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ડો . કાંત જોગાણી , ડો . કાર્તિક મોઢા , ડો . દિનેશ ગજેરાના માર્ગદર્શન હેઠળ યુવા ન્યુરોસર્જન્સની ટીમના ડો . વિક્રાંત પુજારી , ડો . હાર્દ વસાવડા , ડો . સચીન ભિમાણી , ડો . ત્રિશાંત ચોટાઈ , ડો . કૃણાલ ધોળકીયા , ડો . જીગરસિંહ જાડેજા , ડો . પાર્થ લાલચેતા , ડો . નીધી પટેલ , ડો . અંકુર પાંચાણી , ડો . પુનિત ત્રિવેદી , ડો . સંજય ટીલાળા , ડો . વિરલ વસાણી , ડાઁ . ગાંરાંગ વાઘાણી , ડો . કૃષ્ણ વિરડા , ડો . પ્રતીક પટેલ , ડો . સેંજલીયા , ડો . ભાર્ગવ ત્રિવેદી સહિતની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે . સોસાયટી ઓફ ન્યુરોસર્જન ઓફ ગુજરાતના પ્રમુખ ડો . તુષાર સોની અને સેક્રેટરી ડો . દેવેન ઝવેરીનો આયોજનમાં સહયોગ મળી રહ્યો છે . કોન્ફરન્સના મિડિયા કો.ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.