રાજશ્રૃંગી કોમ્પલેક્ષ બેઝમેન્ટ સ્થિત બંને શો-રૂમ પર ૨૦ ઓકટો. સુધી લ્હાવો
હંમેશા કવોલીટીને જ ગ્રાહકોના સંતોષનું માપદંડ સ્વીકારી અદ્વિતીય કલા કૌશલ્ય સભર સોના-ચાંદીના આભૂષણોથી તહેવાર, વહેવાર અને પ્રસંગોને શોભાવતા પોપ્યુલર ગૃપ દ્વારા આ વર્ષે ફરી ગ્રાહકો માટે “પાયલ મેલાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ ૯૨.૫ સિલ્વર જવેલરીની વિશાળ રેન્જ પણ ઉપલબ્ધ રહેશે “પાયલ મેલા નિમીતે ગ્રાહકો માટે અવનવી ડિઝાઈનો અને વૈવિધ્ય સભર પાયલ રજુ કરવામાં આવેલ છે.. ઉપરાંત સમગ્ર ભારતની એક હજારથી વધુ વેરાયટી જેમ કે ટ્રેડીશ્નલ, રાજસ્થાની, એન્ટીક, જડતર, સ્ટોન, ટીનએજ, બ્રાઈડલ, એગેજમેન્ટ, ગોલ્ડ એન્ડ સિલ્વર, તથા કિડઝૂ સિલ્વર પાયલ રજુ કરવામાં આવેલ છે. આમ આવી રહેલા તહેવારો અને પ્રસંગોના આનંદની ઉજવણી સાથે પોપ્યુલર ગૃપ દ્વારા આયોજીત ગુજરાતનો એકમાત્ર “પાયલ મેલા તહેવારોને વધુ રંગીન બનાવી દેશે. ભારતીય સંસ્કૃતિમાં પાયલનું વિશિષ્ટ મહત્વ રહેલું છે. સંસ્કૃતિ ઉપરાંત સાયન્ટીફીક રીતે પણ પાયલ મહિલાઓ માટે વરદાન સમાન છે. પાયલ પહેરવાથી પગની પેનીને કસરત તથા શકિત મળે છે. બ્લડ સરકયુલેશનમાં સુધારો થાય છે, દુ:ખાવામાં રાહત મળે છે તેમજ રોગ પ્રતિકારક શકિત વધારવામાં મદદરૂપ થાય છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ સોળ શૃંગારમાંનું એક ગણાયેલ પાયલ પગની શોભા પણ વધારે છે. પાયલ, સાંકળા, કળા, દોરીયા જેવા વિવિધ નામ તેમની ડિઝાઈન અનુસાર પડેલા છે. છેલ્લા ૫૮ વર્ષથી લોકોને અવીરત નવીનતમ આભૂષણોની ભેટ આપી લોકોમાં પોપ્યુલર ગૃપ મુઠી ઉચેરૂ સ્થાન ધરાવે છે. સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત અને અન્ય રાજયોમાંથી ખરીદી કરવા આવતા ગ્રાહકો આજે અનેક વર્ષોથી સંતોષ મેળવી રહ્યા છે. પોપ્યુલર ગૃપના શ્રી ભરતભાઈ તથા જીતુભાઇ આડેસરાએ સમગ્ર સૌરાષ્ટ્રના ગ્રાહકોને ખાસ કરીને બહેનોને તા. ૧૫ થી ૨૦ ઓકટો. દરમ્યાન પાયલ મેલા નો લાભ લેવા નિમંત્રણ પાઠવેલ “પાયલ મેલા પોપ્યુલર ગૃપના પેલેસ રોડ, રાજશૃંગી કોપ્લેક્ષ બેઝમેન્ટ સ્થિત બંને શો-રૂમ પોપ્યુલરધજવેલશોપી તથા પોપ્યુલર જવેલર્સ પર આયોજીત થયેલ છે. આ દરમ્યાન શો-રૂમ સવારે ૧૦:૩૦ થી રાત્રે ૮:૩૦ ખુલ્લા રહેશે.