કાર્યક્રમની તડામાર તૈયારી: સ્થળ મુલાકાત લેતા પદાધિકારી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી 1 લી મે ગુજરાત રાજ્ય સ્થાપના દિનની ઉજવણીના ભાગ રૂપે તા.01/05/2023, સોમવારના રોજ કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ખાતે રાત્રે 8:30 કલાકે સુરિલી શામ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમના અનુસંધાને સ્થળ મુલાકાત લેતા મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર કંચનબેન સિધ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, સેનિટેશન કમિટી ચેરેમેન અશ્વિનભાઈ પાંભર, ડે.કમિશનર અનિલ ધામેલીયા, સુરક્ષા અધિકારી આર.બી.ઝાલા, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, સીટી એન્જિનિયર એચ.એમ કોટક, ડે. એન્જિનિયર અતુલ રાવલ, લાઈબ્રેરીયન એન.એમ આરદેશણા, આસી.કમિશનર એસ.જે ધડુક, એચ.આર. પટેલ, વાસંતીબેન પ્રજાપતિ, જસ્મીનભાઈ રાઠોડ, ડાયરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન એલ.જે ચૌહાણ, આસી.મેનેજર કે.બી. ઉનાવા, બી.એલ.કાથરોટિયા, કાશ્મીરાબેન વાઢેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અનુસંધાને પદાધિકારઓએ સ્થળ મુલાકાત દરમ્યાન સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, સાઉન્ડ સિસ્ટમ, લાઈટીંગ વગેરે બાબતોએ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપેલ અને માર્ગદર્શન પુરૂ પાડેલ. આ ઉપરાંત મેદાનમાં દર્શકો વિશાળ કદની એલ.ઈ.ડી. સ્ક્રીન પર પણ કાર્યક્રમ માણી શકે તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી.
આ કાર્યક્રમમાં સિંગર ગુલ સક્સેના, રાજેશ ઐય્યર, આલોક કત્રાદે, નાનુરામ ગુર્જર, માધુરી ડે દ્વારા બોલિવૂડના સુપ્રસિધ્ધ અભિનેતા અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાના સુપરહિટ ગીતો રજૂ કરવામાં આવશે.