૬૫ લાખના ખર્ચે ગુફાઓ નવા રંગ રૂપ ધારણ કરી પ્રવાસીઓને આકર્ષશે
હાલમાં કોરાના વાયરસ ને લઈને દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે ત્યારે વિશ્ર્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શરૂ વિકાસ ના કાર્ય નો પહેલા થી જ પ્રારંભ કરવામાં હતો જેમાં ૨૫૦૦ ફોરવ્હીલર પાર્ક થઈ શકે તેવુ પાર્કિંગ તેમજ વોક વે ની કામગીરી શરૂ જ હતી ત્યારે સોમનાથ મા ૬૫ લાખ ના ખર્ચ સોમનાથ મા આવેલ બાયપાસ ના સોમનાથ ટ્રસ્ટ ના સદ્ભાવના મેદાન પાસે પ્રાચીન બુધ્ધ ગુફાઓ છે જે યાત્રિકો માટે નવિનિકરણ સાથે સોમનાથ આવતા યાત્રિકો માટે ખુલ્લુ મુકવામાં આવે છે. આ બુધ્ધ ગુફાઓ ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ મારફત રક્ષિત સ્મારક જાહેર કરાઇ છે.
ત્યારે સોમનાથ ટ્રસ્ટ હસ્તક ની આ જમીનમાં આ બુધ્ધ ગુફાઓ નો વિકાસ માટે ની કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે આ જગ્યા ઉપર ૬૫ ના લાખ ના ખર્ચ બુધ્ધ ગુફા ને ફરતે દિવાલ કરવામાં આવે છે તેમજ અંદર ના બ્લોક નાખવામાં આવે છે અને સિક્યોરિટી કેબિન, કેન્ટીન, તેમજ યાત્રિકો ને માર્ગદર્શન મળી રહે તે માટે બેનરો લગાડવામાં આવે છે આ માટે સોમનાથ ટ્રસ્ટ ના સચિવ પી કે લહેરી ટ્રસ્ટી જે.ડી.પરમાર અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા માર્ગદર્શન હેઠળ કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે જે ચાર મહિનામાં કામપૂર્ણ થઇ જશે સોમનાથ ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.