જ્ઞાતિની વાડીના નવા હોલના પ્રારંભે ભગવાન સત્યનારાયણની કથા
લોહાણા મહાજન સમાજ દ્વારા લુહાણા સમાજની વાડીના સાંગણવા ચોક ખાતેના જ્ઞાતિના હોલનું ઉદધાટન કરવામાં આવ્યુ આ શુભ પ્રસંગે આયોજકો દ્વારા ખાસ સત્યનારાયણની કથા પણ કરવામાં આવી. સત્યનારાયણ કથા નીમીતે હોલને સુંદર રીતે સુશોભીત કરવામાં આવ્યો હતો. આ શુભ કાર્યમાં સહભાગી થતા લુહાણા મહાજન પરિવાર ના શ્રેષ્ઠીઓ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. અને આ સમગ્ર કાર્યક્રમને ભાવથી માણ્યો હતો.
લુહાણા સમાજની વાડીમાં જ્ઞાતિ બંધુઓ દ્વારા શુભ-અશુભ પ્રસંગોનું આયોજન થતું હોય છે. અને આ નવનિર્મિત એસ હોલ બનાવવાનું આયોજન ઘણા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું. અને હવે હોલનું નિર્માણ થઇ ગયા બાદ તેમાં પ્રથમ પૂજા કરવામાં આવી છે.કોઇપણ શુભ કાર્યમાં ઇશ્વરને આગળ કરીએ: રાજુભાઈ
આ અંગે અબતક સાથેની વાતચીતમાં પ્રમુખ રાજુભાઇ પોબારુએ જણાવ્યું હતું કે રાજકોટ લુહાણા મહાજન સાંગણવા ચોક ખાતેની વાડી છે. ત્યાં મીરાબેન ભટ્ટ દ્વારા સંગીત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. લુહાણા મહાજન વાડી ખાતે હોવાનું ડેકોરેશન બાદ આજ રીતે પૂરી વાડીનું ડેકોરેશન કરવામાં આવશે. આ શુભ તકે અમોએ મનમાં એક સંકલ્પ કર્યો હતો કે ભગવાનનું કોઇ શુભ કાર્ય કરવામાં આવે યુવાનોને કાર્યમાં આગળ કરીએ જેથી કાર્ય સરળતાથી પાર પાડી શકીએ. આ સિવાય વાણીયા વાડી ખાતે જે હોલ છે તેને પણ સંપૂર્ણ રીતે રીનોવેટ કર્યો છે. આ બે હોલના એક ઉદધાટન પ્રસંગ નીમીતે અમોએ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરી સમસ્ત લુહાણા મહાજનનાપરિવારો છે. તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ શુભ પ્રસંગે રાજકોટના શ્રેષ્ઠીઓ જીતુભાઇ ચંદારાણા, કાતિભાઇ કતીરા, નટુભાઇ ખખ્ખર જેવા મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા છે.