ગીર ગઢડા તાલુકાના ગામડાઓમાં જર્જરિત આંગણવાડી કેન્દ્રોને રીનોવેશન કરવાને બદલે કલર કરી બીલ ઉધારી લેવાયા હોય તેવી આશંકા
ગીર ગઢડા તાલુકાના ચોનારીયા ગામે સરપંચ ને પણ જાણ કર્યા વગર આંગણવાડી મા રીનોવેશન મા ખાલી કલર ના થપેડા મારી અડધિ થેલી સીમેન્ટ વાપરી કામ પુર્ણ કરાયું છે.
પત્રકાર દ્વારા ફોન કરી તેમજ રુબરુ જય એસ્ટીમેંટ માંગતા એક બીજા અધિકારીઓ ગેર હાજર અધિકારીનુ નામ આપી ખો આપી રહ્યા છે.
ગીર ગઢડા તાલુકા મા હવે અધિકારી રાજ ક્યારે ખતમ થાશે ્તેવા લોકો માથી સુર ઉઠવા પામ્યા છે.જ્યારે લોકોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે અધિકારી પાસે થી માહિતી માંગવામાં આવે છે તો માહિતી પણ પુરી આપવામાં આવતી નથી.
ગીર ગઢડા તાલુકા મા ધણા સમયથી સમાચર પત્રો મા આંગણવાડી કેન્દ્રોના ભ્રષ્ટાચાર વીષે એહવાલ પ્રસીધ્ધ થાય છે પણ કોઈ કાર્યવાહી નહીં છુ અધિકારીઓ ઉપર કોઈ રાજકીય ઓથ છે.
ગીર ગઢડા તાલુકા ની ધણી આંગણવાડીઓમા રીનોવેશન થયું છે એક નજરે જોતા એવું લાગે છે કે ચોમાસા દરમિયાન પાણી પડવાની સમસ્યા જેની તેજ રહેશે. જંતા ના પરશેવાના ટેક્ષ ના પૈસા નો આજ રીતે વેડફાટ થશે.
લોકો મા એવી પણ ચર્ચા એ જોર પકડ્યું છે કે કોઈ એવા ઉચ્ચ અધિકારી આ તાલુકામાં આવશે કે તે આ પોતાની મનમાની કરતા અધિકારીઓની શાન ઠેકાણે લાવશે કે હર વાર ની જેમ આ વખતે પણ ભીનુ સંકેલાઈ જાશે.