6 હજાર વાર પ્લોટમાં આશરે 10 કરોડના ખર્ચે નવનિર્માણ થશે
છગનલાલ શામજી વિરાણી બહેરા મુંગા શાળા ટ્રસ્ટના ઉપક્રમે છેલ્લા 60 વર્ષથીબાલક-બાલિકાઓને બધિર શિક્ષણ અને વોકેશનલ ટ્રેનીંગ આપતી અવિરત સેવાકીય સંસ્થામાં પ્રાયમરી સ્કુલ, હાઈસ્કુલ, કુમાર અને ક્ધયા છાત્રાલય, વોકેશનલ સેન્ટર, ભોજન ખંડ વગેરેઈમારતનું નવનિર્માણ શિલાન્યાસ સમારોહ પ્રેરણાદાતા પૂ. ધીરગુરૂદેવના સાંનિધ્યે તા.22.5ને રવિવારે સવારે 10 થી 12 કલાકે જૈન ભવન, 21 ન્યુ જાગનાથ પ્લોટ, ડો. યાજ્ઞિક રોડ ખાતે આયોજન કરેલ છે.
આ પ્રસંગે સમારોહના પ્રમુખ સ્થાને ઉદ્યોગપતિ અને દાનવીર ઈન્દુભાઈ વોરા તથા મુખ્ય મહેમાન પદે છ.શા વિરાણી પરિવારના લંડન સ્થિત રાજેશ જે. વિરાણી રોલેક્ષ રીંગ્સ લિ.ના ચેરમેન મનીષભાઈ મડેકા, વોરા વેલ્ફેર ફાઉન્ડેશનના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ વોરા, જાણીતા બિલ્ડર્સ જીતુભાઈ બેનાણી ઉપસ્થિત રહેશે.
સંસ્થાના પ્રમુખ રજનીભાઈ બાવીસીના જણાવ્યાનુસાર ઢેબરભાઈ રોડ ખાતે આશરે 6 હજાર વાર પ્લોટમાં જર્જરિત બાંધકામનું ડીમોલેશન કરી 35 થી 40 હજાર સ્કવેરફીટ નવનિર્મિત બાંધકામમાં સ્કૂલ, હાઈસ્કુલ, છાત્રાલય, ઓડીટોરીયમ, વોકેશનલ સેન્ટર વગેરેનું આશરે 10 કરોડના ખર્ચે નિર્માણ થશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા આર.જી. બાવીસી, પ્રવીણભાઈ ધોળકીયા, પ્રશાંત વોરા, ડો. નરેન્દ્ર દવે, પ્રફુલભાઈ ગોહિલ, હંસિકાબેન મણિયાર, ડો. દર્શિતા શાહ, ભૂપતભાઈ વિરાણી, પિયુષ વિરાણી, શૈલેષ વિરાણી વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.
નવ નિર્મિત બાંધકામમાં સંસ્થાના મુખ્ય દાતા
60 વર્ષ જૂની વિરાણી બહેરા મુંગા શાળાનો નૂતનીકરણમાં સંસ્થાના મુખ્યદાતા છગનલાલ શામજી વિરાણીએ છાત્રાલય, શશીકાંત જી.બદાણીએ પ્રાયમરી સ્કુલ ઈન્દુભાઈ વોરા પરિવારે વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર, રંગીલભાઈ નથુભાઈ વારીઆ હ.કો. ચંદ્રા અને મહેન્દ્ર વારીઆ (અમેરિકા)એ ઓડીટોરીયમ, રોલેક્ષ રીંગ્સ, લિ.એ ભોજન ખંડ, દયાબેન ગીરજાશંકર શેઠ પરિવારે ગ્રીનએનર્જી (સોલાર) હાર્દિક જગદીશ ભીમાણીએ ઓફીસ નામકરણનો લાભ લીધેલ છે.
દરેક સમાજના દાતાઓ લાભાર્થી બની શકશે
60 વર્ષ જૂની વિરાણી બહેરા મુંગા શાળાનું નૂતનીકરણમાં લાભ લેવા દરેક દાતાઓને અપીલ કરવામાં આવે છે. કે વિવિધ નામકરણ યોજનામાં 1.51 કરોડ છાત્રાલય, 51 લાખ હાઈસ્કુલ, 31 લાખ ઈન્ડોર સ્પોટર્સ હોલ, 15 લાખ ગ્રીન એનર્જી, 11 લાખ લીફટ દાતા, 11 લાખ વેઈટીંગ લોન્ચ, 5 લાખ સ્પેશિયલ રૂમ તેમજ જનરલ તકતીમાં 2 લાખ કીર્તિસ્તંભ, 1 લાખ આધાર સ્તંભ, 51 હજાર શુભેચ્છક, 11 હજાર એક ઈંટના દાતામાં લાભાર્થી બની શકાશે. દરેક સમાજના દાતાઓને બહેરા-મુંગા બાલક-બાલિકાના ઉજજવળ ભવિષ્ય માટે દાન કરવા માટે જાહેર અનુરોધ કરાયો છે. 225 જેટલા બાલખો અભ્યાસ કરે છે.