કોરોના અને લોકડાઉનના પગલે આરટીઓની એકસપાયર થઈ ગયેલી વિવિધ પ્રકારની કામગીરીમાં હવે ૩૦ સપ્ટેમ્બર સુધી મુદત વધારો અપાયો
માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રાલયે મંગળવારે પરિવહન દસ્તાવેજો જેવા કે ડ્રાઈવીંગ લાયસન્સ, ફીટનેસ સર્ટી રજીસ્ટ્રેશન સહિતનાની મુદત પુરી થતા હોય તેવા દસ્તાવેજોની એક્ષપાયરી ડેટ અને રીન્યુની મુદતમાં ૩૦ સપ્ટે. ૨૦૨૦ સુદીનો વધારો કર્યો છે. કોરોના અને લોકડાઉનના પગલે આ નિર્ણય લેવાયો છે.
મંત્રાલય દ્વારા એક ટવીટમાં જણાવાયું હતુ કેમાર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નિતિન ગડકરીએ આજે વાહનોના દસ્તાવેજોની મુદત બે મહિના સુધીનાં વધારો કરીને સપ્ટે. સુધી વધારી દીધી છે. તેઓની એક માર્ગદર્શિકા તમામ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશો માટે જારી કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકામાં સરકારે જણાવ્યું છે કે તમામ પ્રકારની ફીટનેસ મંજૂરી, ડ્રાઈવીંગ લાયસન્સ અને કોઈપણ દસ્તાવેજોના રજીસ્ટ્રેશન કે જેમના મુદત વધારાને ગ્રાહ્ય ન કરી શકાય તેવા તમામ દસ્તાવેજો કે જેમની ફેબ્રુઆરી કે માસના અંતે એક્ષપાયરી ડેટ હોય અથવા તો સપ્ટે. મહિનામાં મુદત પુરી થતી હોય તેવા તમામ દસ્તાવેજની રિન્યુની મુદત ૩૦ સપ્ટે. કરવામાં આવી છે.
મંત્રાલયે અગાઉ આવા દસ્તાવેજોની મુદત ૩૦ જૂન સુધી વધારી હતી. પરંતુ દેમાં હજુ કોરોના કટોકટી યથાવત રહી હોવાથી આ મુદત ૩૦મી સપ્ટેમ્બરની કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારેતમામ રાજયોને અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એવી પણ વિનંતી કરી છે વાહન અધિનિયમ કલમ ૧૯૮૮ કે અન્ય કાયદામાં મંજૂરી અને ફી અને રીન્યુઅલ પેનલ્ટીમાં રાહતની જોગવાઈનો લાભ લોકોને ખાસ કિસ્સામાં આપવો.
કોરોના કટોકટીના પગલે લોકોને રાહત આપવા માટે મંત્રાલયે ફીમાં રાહત મુદત અને વધારાની ફીમાંથી કાર્યવાહીની જોગવાઈ મુજબ ૩૧ જુલાઈ સુધી રાહત આપવાનો નિર્દેશ કર્યો છે.