એક વર્ષથી વર્ષીતપથી ઉગ્ર આરાધના કરી રહેલા 10 તપસ્વી ભાવિકોની તપ સાધનાની નિર્વિઘ્ને પૂર્ણાહૂતિએ પારણા કરાવાશે
રાજકોટ નેમીનાથ વિતરાગ સ્થા.જૈન સંઘના આંગણે રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના અનુગ્રહથી માતૃ વિમળાબેન ચંપકલાલ ખેતાણી (સાવરકુંડલાવાળા) સ્થાનકવાસી જૈન ઉપાશ્રયમાં પ્રથમ મંગલ આગમન અવસર આગામી તારીખ 05/06/22, રવિવાર, સવારે 9:00 કલાકે ગુજરાત રત્ન સુશાંતમુનિ મહારાજ સાહેબ રાજકોટ બિરાજિત ગોંડલ સંપ્રદાયના જશ, ઉતમ, પ્રાણ, પરિવાર તેમજ સંઘાણી સંપ્રદાયના મહાસતીજી વૃંદના પાવન સાંનિધ્યે આયોજીત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ વિતરાગ નેમિનાથ સોસાયટીમાં નેમિનાથ વીતરાગ સ્થાનકવાસી જૈન સંઘના ઉપાશ્રયમાં પધારનારા દરેકે દરેક સંત-સતીજીઓ તેમજ ભાવિકો માટે વધુ શાતાકારી અને સાધનામાં સહાયક બની રહે એવી ભાવનાથી કરવામાં આવેલા આ ઉપાશ્રયના નૂતનીકરણ ઉપલક્ષે મંગલ આગમન અવસર રાખવામાં આવ્યો છે. આ અવસરે સંત-સતીજીઓના પાવન સાનિધ્ય સાથે સમગ્ર રાજકોટના શ્રી સ્થાનકવાસી સંઘોના પ્રતિનિધિઓ શ્રેષ્ઠીવર્યો તેમજ ભાવિકો વિશાળ સંખ્યામાં ધર્મ ક્ષેત્રની અનુમોદનાના ભાવ સાથે ઉપસ્થિત રહેશે. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે ભરતભાઇ દોશીએ જણાવ્યું હતું કે એક વર્ષથી વર્ષીતપની ઉગ્ર આરાધના કરી રહેલાં 10 તપસ્વી ભાવિકોની તપસાધનાની નિર્વિઘ્ને પૂર્ણાહૂતિએ એમનો પારણા મહોત્સવ નેમિનાથ વીતરાગ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે યોજાશે. મુખ્ય અનુદાતા ખેતાણી પરિવારનો બહોળા અનુદાન સાથે જૈન શાળા-માતુશ્રી ઉમાબેન મહેન્દ્રભાઇ મહેતા, માતા વિમળાબેન દિલીપભાઇ મહેતા હસ્તે પ્રિયાબેન અને મીતભાઇ, જ્ઞાનાલય લાઇબ્રેરી- માતા તારાબેન ચુનીલાલ મોદી, આયંબીલ ભવન-માતા અનુસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર, માંગલિક સૂત્ર- ધર્મવત્સલા પૂર્વીબેન કેતનભાઇ પટેલ, ઉવસગ્ગહર સાધનાલય- માતા ઉર્મિલાબેન સુરેશભાઇ શાહ (એસ.કે.પરિવાર મલાડ), સાધના રૂમ-માતુ અનુસુયાબેન મનસુખલાલ મહેતા પરિવાર (ખંઢેરાવાળા) માતુશ્રી ઇન્દિરાબેન અનંતભાઇ કામદાર પરિવાર, માતુશ્રી જ્યોત્સનાબેન કિશોરભાઇ પારેખ હસ્તે મિલનભાઇ તથા વિરેન્દ્રભાઇ પારેખ પરિવાર, ઇન્દુબેન વ્રજલાલ રામજીભાઇ રૂપાણી હસ્તે ધીરૂભાઇ તથા દિનેશભાઇ રૂપાણી પરિવાર (મેંદરડાવાળા), માતુશ્રી શાંતાબેન રતિલાલ દેસાઇ પરિવાર હસ્તે નરેન્દ્રભાઇ પ્રફુલ્લાબેન, પ્રવીણભાઇ તરૂબેન, ગીરીશભાઇ કલ્પનાબેન, ભરતભાઇ-અમીબેન (કોલકાતા, બરોડા, મુંબઇ) અનુદાન સાથે નૂતનીકરણનો ઓપ પામનાર આ ઉપાશ્રયનો ઉદ્વાટન સમારોહ, 5 જૂન, 2022 રવિવાર સવારના 9:00 કલાકના પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ કોર્નર, આલાપ ગ્રીન સીટીની સામે રાજકોટ ખાતે યોજાશે. નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ ભરતભાઇ દોશી, ઉપપ્રમુખ શૈલેષભાઇ મહેતા, તંત્રી જીતેન્દ્રભાઇ કામદાર, સહમંત્રી વિમલભાઇ દોશી, ખજાનચી નીતીનભાઇ ગોડા, કારોબારી સભ્ય અશ્ર્વિનભાઇ મહેતા, કમલેશભાઇ મોદી, હિતેશભાઇ દોશી, હિરલભાઇ રૂપાણી, ધર્મેન્દ્રભાઇ દોશી, આનંદભાઇ દોશી, કિરીટભાઇ ગાંધી, રાજેશભાઇ મહેતા, દિપકભાઇ મહેતા, અતુલભાઇ શેઠ, માનદ સલાહકાર શરદભાઇ હિરાણી, અશોકભાઇ દોશી, નવીનચંદ્ર મહેતા, નરેશભાઇ શાહ, વર્ધમાન યુવક મંડળએ દરેક ધર્મપ્રેમી ભાવિકોને આ અવસરે આવવા માટે ભાવપૂર્વક આમંત્રણ આપ્યું છે.