• ગ્લોબલ વોર્મિંગ એ ગ્લોબલ વોર્નિંગ છે ત્યારે રિ-ઈન્વેસ્ટનું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વન સન, વન અર્થ, વન ગ્રીડ’ના વિઝનને આ સમિટ નવી દિશા આપશે: મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ
  • રિ ઈવેસ્ટ- 2024 સમિટનો સમાપન સમારોહ ે ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડની અધ્યક્ષતામાં યોજાયો હતો. 

ઉપરાષ્ટ્રપતિ   જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના આ સમયગાળામાં પુન:પ્રાપ્ય ઊર્જા એ માત્ર વિકલ્પ નથી, પરંતુ આજના સમયની જરૂરિયાત છે. કારણ કે, તેની સાથે સમગ્ર જીવસૃષ્ટિનું અસ્તિત્વ સંકળાયેલું છે. પર્યાવરણનું જતન કરીને સમગ્ર વિશ્વને બચાવવા માટે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારતે વૈશ્વિક મહાયજ્ઞનું આહ્વાન કર્યું છે, જેમાં પુન:પ્રાપ્ય ઊર્જાને અપનાવીને દરેક નાગરિક આહુતિ આપે, તેવો તેમણે અનુરોધ કર્યો હતો.

આ સીમાચિહ્ન રૂપ આયોજનમાં લગભગ 250થી વધુ વિષય નિષ્ણાત વક્તાઓ અને એટલી જ સંખ્યામાં ડેલીગેટ્સ પણ સહભાગી થયા છે. ગુજરાતમાં આયોજિત આ કાર્યક્રમમાં ત્રણ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં નાગરિકોએ સહભાગિતા નોંધાવી છે, છે ખરેખર સરાહનીય બાબત છે. આવા વૈશ્વિક આયોજન માટે ઉપરાષ્ટ્રપતિશ્રીએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.

પૃથ્વી પરના પ્રાકૃતિક સંસાધનો બધા માટે છે, પણ તેનો ઉપયોગ કરવામાં અતિલોભ કરીશું, તો વિનાશ નોતરીશું, તેમ જણાવતા ઉપરાષ્ટ્રપતિએ ઉમેર્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જ અત્યારે જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે સૌથી મોટો પડકાર છે. પૃથ્વી સિવાય જીવસૃષ્ટિ માટે અન્ય કોઈ ગ્રહ ન હોવાથી, આ સમસ્યાઓને પહોંચી વળવા ઉપરાંત આપણી પાસે કોઈ વિકલ્પ નથી. જેમાં ભારતની ભૂમિકા અત્યંત મહત્વની છે અને જળવાયું પરિવર્તનની સમસ્યાના નિવારણ માટે વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનું દિશાદર્શન કરી રહ્યું છે.

ગુજરાતના રાજ્યપાલ   આચાર્ય દેવવ્રતજીએ રિ-ઈન્વેસ્ટના સમાપન સમારોહમાં કહ્યું હતું કે, વર્તમાનમાં ગ્લોબલ વોર્મિંગ એક ગ્લોબલ વોર્નિંગ છે ત્યારે રિન્યુએબલ ઊર્જાના ક્ષેત્રમાં મહાત્મા મંદિરમાં ત્રણ દિવસ દરમિયાન થયેલું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે. પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ કલ્યાણની વિભાવના સાથે પ્રગતિના પંથે અગ્રેસર છે, ત્યારે ગુજરાત રિન્યુએબલ ઉર્જાના ક્ષેત્રમાં ’લીડર’ની ભૂમિકા ભજવી રહ્યું છે. આ માટે તેમણે મુખ્યમંત્રી   ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે, વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીએ ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડીને પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા સુરક્ષા તથા ગ્રીન એનર્જીના નવતર આયામો આપ્યા છે. ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ઈમારત   નરેન્દ્રભાઈ મોદીએ ‘શક્તિ પંચામૃત’ના આધારે રચી છે. આના પરિણામે જ ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન સાથે રિન્યુએબલ કેપિટલ બનવા તરફ આગળ ધપી રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સૂર્યથી ઊર્જાના ઉત્પાદનના મહત્તમ ઉપયોગ માટે ચારણકામાં દેશનો પહેલો સોલાર એનર્જી પાર્ક વડાપ્રધાનશ્રીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં સ્થાપ્યો હતો તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં, સરદાર સરોવર ડેમ દ્વારા જળ શક્તિનો ઉર્જા શક્તિમાં વિનિયોગ કરીને હાઇડ્રોપાવર જનરેશનનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે તેની છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી.

કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી  પ્રલ્હાદ જોશીએ જણાવ્યું હતું કે, ગ્રીન એનર્જી ક્ષેત્રને આગળ ધપાવવા માટે વડાપ્રધાન શ્રી  નરેન્દ્રભાઈ મોદીની અડગ પ્રતિબદ્ધતા ભારતને વધુ ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેમના દૂરંદેશી નેતૃત્વ અને અવિરત માર્ગદર્શનથી ભારતે આજે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રેના વિકાસને ગ્લોબલ મૂવમેન્ટ બનાવી છે. ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ જેવી પહેલ થકી અનેક દેશોને એક જ પ્લેટફોર્મ પર લાવી, વડાપ્રધાનએ વૈશ્વિક રિન્યુએબલ એનર્જીના પ્રયાસોમાં ભારતને મોખરાના સ્થાને પહોંચાડ્યું છે. પરિણામે આજે સમગ્ર વિશ્વ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ભારત તરફ આદરપૂર્વક જુએ છે.   સમિટના સમાપન સમારોહમાં કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રી  ભૂપેન્દ્ર યાદવ, નવીન-નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી   શ્રીપાદ યેશો નાઈક, ગુજરાતના રાજ્ય મંત્રી મંડળના સભ્યઓ, નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલયના સચિવ  ભૂપિંદરસિંઘ ભલ્લા, ભારત સરકાર અને ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ, દેશ-વિદેશથી પધારેલા રિન્યુએબલ ક્ષેત્રના અગ્રણી, ઉદ્યોગકારો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.