માજી સાંસદ માવાણીના હોસ્પિટલ અધિક્ષકને રજૂઆત

૮૦૦ થી વધુ પરમીટો હોસ્પિટલ અધિક્ષકની સહીમાં અટવાઇ

૮૦૦ થી વધુ દારૂ પરમીટ ધારકોને પરમીટ રીન્યુ કરવા તથા નવી પરમીટના મામલે માનવતાના ધોરણો રાખી જાહેર આરોગ્ય સલામતિ માટે યોગ્ય કાર્યવાહી કરવા માજી સાંસદ માવજીભાઇ માવાણીએ સીવીલ હોસ્૫િટલના અધિક્ષક ડો. પંકજભાઇ બુચને રજુઆત કરી છે.

તેમણે પત્રમાં જણાવ્યું છે કે, રાજકોટના અખબારોમાં પ્રસિઘ્ધ થયેલ સમાચારોથી જાણવા મળ્યું છે કે, આશરે ૮૦૦ થી વધુ દારૂ પરમીટ ધારકો તેઓની આરોગ્ય પરમીટ રીન્યુ થવા અને નવી મળવા આતુરતાથી રાહ જોવે છે. અરજદારો પારાવર હેરાન અને પરેશાન છે. તેમજ કોરોના પડછાયા નીચે આવી ગયેા છે.

દારૂની પરમીટ આરોગ્યની જાળવણી અને સુવિધા માટે અનેક તપાસ પછી આપવામાં આવે છે અને પરમીટ ધારકોને જરુરી જથ્થામાં દારૂ ન મળે તો તેઓની તબીયત નાદુરસ્ત થવાના અને કોરોના થવાના સંજોગો ઉભા થતા હોય છે. એજ પ્રકારે નવા પરમીટ ધારકોને પણ આરોગ્યની જાળવણી માટે સરકારના ધારા, ધોરણ મુજબ દારૂનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવે છે. આ બન્ને પ્રકારના નાગરીકો સામાન્ય રીતે મોટી ઉમરના હોય છે અને અનેક પ્રકારના શારીરિક રોગના પ્રતિકાર કરતા હોય છે. આ નાગરીકો માટે દારૂ પીવો અત્યંત જરુરી દવાના રૂપમાં હોય છે અને આ પ્રકારે તેમને જરુરી દારૂનો પુરવઠો ન મળે તો પરમીટ ધારકો અનેક પ્રકારની બિમારીના ભાગે બને છ અને આપઘાત કરવા માટે પણ પ્રેરાય છે.

લોકોને પરમીટ ન મળવાને કારણે અનેક પ્રકારની આરોગ્ય સંબંધી ગંભીર સમસ્યાઓ ઉભી થયાના સંજોગો ઉભા થાય છે જેને ટાવળા જરુરી છે. તેમ રામજીભાઇ માવાણીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.