ડયુઅલ એરબેગ, એબીએસ, એલોઈ વ્હીલ્સ સહિતની સુવિધા

હાલ ઓટોમોબાઈ ક્ષેત્રે અવનવી ટેકનોલોજી અને ફીચર્સ આવી રહ્યા છે. જેને લઈને વિવિધ પ્રકારની સુવિધાઓ સાથેની ગાડીઓ બજારમાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટના રેનોલ્ટ રાજકોટ સાઉથ શો રૂમ ખાતે રેનોલ્ટ કેપ્ચર કારનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતુ.આ કારની ખાસીયત એ છે કે તેમાં ડયુઅલ એરબેગ, એબીએસ, એલોઈ વ્હીલ્સ અને એન્ટર ટેઈનમેન્ટની બધી જ સુવિધાઓ અપાઈ. કાર જોવામાં પણ એકદમ આકર્ષક લાગે છે. આ ઉપરાંત તેમાં ડયુઅલ ટોન એકસીટીરીયર જે ૧૦ વેરીએશનમાં અવેલેબલ છે. આ ઉપરાંત ૩૯૪ લીટર બુટ સ્પેસ અને ૬ સ્પીડ ગેર બોકસ અપાયા છે. આ વિશે વધુ માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.