ટ્રકો ચેક કરવા પાછળ તો સમય અને સંપત્તિનો વેડફાટ અટકયો
જીએસટીની અમલવારીથી કહી ખુશી, કહી ગમનો માહોલ છે ત્યારે જીએસટીના કારણે રાતો રાત ચેક પોસ્ટો નાબૂદ થઈ જતા દેશને ‚રૂ૨૩૦૦ કરોડની બચત થઈ છે. રાજયની ચેક પોસ્ટો પર ચેકિંગના કારણે ટ્રકનો ટાઈમ બગડવાી કરોડોનું નુકશાન તું હતું જે હવે અટકયું છે.
માલવાહક ટ્રકનું રાજયોની સરહદો પરની ચેક પોસ્ટ પર ચેકિંગ તું હતું. આ ચેકિંગ દરમિયાન ટ્રકોનું ઈંધણ તેમજ સમય બગડતો હતો. દર વર્ષે આ વેડફાટનો ખર્ચ રૂ.૯૦૦ થી ૨૩૦૦ કરોડ સુધી પહોંચી જતો હોવાનું તો વર્ષ ૨૦૦૫ના વિશ્ર્વ બેંકના રિપોર્ટમાં જણાવાયું હતું. હાલ તો ઈંધણના ભાવ આસમાને છે.
ઉપરાંત સમય સાચવવો પણ મહત્વનો બની ગયો છે. જેથી આ ખર્ચ અનેકગણો વધી ગયો છે. આ વેડફાટનું સીધુ ભારણ દેશની ઈકોનોમી ઉપર આવે છે.
અલબત હવે જીએસટીની અમલવારીના કારણે કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પ.બંગાળ, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં ચેક પોસ્ટો નાબૂદ ઈ ગઈ છે. જયારે આસામ, પંજાબ, હિમાચલ પ્રદેશ તેમજ ર્નો ઈસ્ટના રાજયો ચેક પોસ્ટ હટાવવાની કામગીરી કરી રહ્યાં છે. ચેક પોસ્ટો પર માત્ર સમય અને સંપતિનો વેડફાટ જ નહીં પરંતુ ભ્રષ્ટાચાર પણ ભયંકર પ્રકારનો તો હતો. વર્ષે કરોડો ‚પિયાની લાંચની આપ-લે તી હોવાના આક્ષેપો તો અનેક ઈ ચૂકયા છે. હવે ચેક પોસ્ટો નાબૂદ ઈ જતા આ કરોડો ‚પિયાનો ભ્રષ્ટાચાર પણ અટકયો છે. પરિણામે દેશ તંદુરસ્ત ર્અતંત્ર તરફ આગળ વધી રહ્યું હોવાનું જણાય આવે છે.
GSTને શેરબજારે વધાવ્યું
જીએસટીની અંધાધૂંધી વચ્ચે શેરબજાર મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. ગઈકાલે ૩૦૦ પોઈન્ટના ઉછાળાી જીએસટીને વધાવ્યા બાદ આજે શેરબજાર ૮૦ પોઈન્ટ ઉછાળા સો ૩૧૩૦૧ની ટોચ પર છે. ૨૮ પોઈન્ટ તેમજ સ્મોલમાં ૪૦ પોઈન્ટનો ઉછાળો છે. મેટલ, એનર્જી, ગેસ એન્ડ ઓઈલ સહિતના ક્ષેત્રો સવારી જ પોઝીટીવ જણાઈ રહ્યાં છે. જયારે આઈટી અને એફએમસીજી સેકટર ઉપર જીએસટીની અસર જણાય છે.