સુંદર દેખાવા માટે યુવતીઓ અનેક પ્રયત્નો કરે છે. ત્વચાની નિયમિત સાર-સંભાળ ઉપરાંત પાર્લરમાં સમયે સમયે જઈ અને વેક્સિંગ જેવી ટ્રીટમેન્ટ કરાવવા સુધીના કામ સમયાંતરે કરવા જ પડે છે. ચહેરા પરના વણજોઈતા વાળ દૂર કરાવવા તો થોડા થોડા દિવસે પાર્લર જવું જ પડે છે. ચહેરા પર અને અપરલિપ્સના વાળ દૂર કરવા અત્યંત જરૂરી પણ હોય છે, કારણ કે તે ચહેરાની સુંદરતામાં ઘટાડો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સમસ્યાને તમે કાયમ માટે દૂર કરી શકો છો? જી હાં આ કામ ઘરે બેઠાં કરી શકો બસ જાણો આ ટ્રીક્સ
ફેઈસ પેક બનાવવા ની રીત
સામગ્રી
- 2 ચમચી ચણાનો લોટ,
- 1 ચમચી દહીં
- સરસવનું તેલ
રીત
ત્રણેય વસ્તુઓને એકરસ કરી નિયમિત રીતે ચહેરા અને ગળા પર 15 મિનિટ માટે લગાવવું. આ પેક સુકાઈ જાય પછી ત્વચા પર મસાજ કરી તેને ઠંડા પાણીથી ધોઈ લેવું. અઠવાડિયામાં 2 વખત આ ફેસપેક લગાવવાથી વણજોઈતા વાળની સમસ્યા તો દૂર થાય જ છે સાથે જ ત્વચા પરના ડાઘ-ધબ્બા પણ દૂર થઈ જાય છે.