દિવાળીનો તહેવાર ધનની દેવી લક્ષ્મીના આગમનનો તહેવાર છે. ત્યારે આ દિવસે ઘરની સફાઈ અને કેટલાક ખાસ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેમજ એવું માનવામાં આવે છે કે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ઘરમાં રાખેલ તૂટેલા વાસણો, ફર્નીચર અથવા અન્ય કોઈ તૂટેલી વસ્તુને નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. તેમજ તેને ઘરની બહાર ફેંકી દેવા જોઈએ અને તમે જે કપડાં પહેરતા નથી તે દાનમાં આપવા જોઈએ. આ સાથે જૂના કપડાં ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તેથી દિવાળી પહેલા તેમને ઘરની બહાર ફેંકી દો.

કાટ લાગેલી લોખંડની વસ્તુ

જૂના અખબારો, સામયિકો અથવા ઘરની અન્ય નકામી વસ્તુઓ પડી પડી જગ્યા વધારે છે અને નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. ત્યારે આ સિવાય કાટ લાગેલી લોખંડની વસ્તુઓ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. આને નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત પણ માનવામાં આવે છે.

FLOWER

ઘરમાં સૂકા ફૂલ રાખવાનું શુભ નથી માનવામાં આવતું, દિવાળી પહેલા તેને બદલીને નવા ફૂલ લગાવો અને કાળો રંગ અશુભ માનવામાં આવે છે. તેથી કાળા રંગની વસ્તુઓ ઘરથી દૂર રાખો. તેમજ આ વસ્તુઓને દૂર કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે.

દિવાળીએ નવી શરૂઆતનો તહેવાર છે. ત્યારે આ વસ્તુઓને દૂર કરીને તમે તમારા જીવનની નવી શરૂઆત કરી શકો છો. તેમજ એવું માનવામાં આવે છે કે આ ઉપાયોથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સંપત્તિ આવે છે.

દિવાળીના દિવસે ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તેમજ મંદિરને સ્વચ્છ રાખો અને દેવી-દેવતાઓને ફૂલ ચઢાવો. તેમજ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી મન શાંત થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.