કિડની પથરીનો દુખાવો ઘણો જ અસહ્ય છે. કિડની સ્ટોન જેટલો વધુ હોય છે તેનો દર્દ પણ તેટલો જ ભયાનક હોય છે આ દર્દનો ઇલાજ પણ છે પરંતુ ઘણા લોકો આ દર્દ માટે ઘરેલુ ઉપચાર પર વિશ્ર્વાસ કરતા હોય છે. ડોક્ટરની દવા સાથે અમુક નેચરલ ચીજોનું સેવન કરી તે પથરીને થોડા જ દિવસોમાં ઓગાંળી શકો છો તો ચલો જાણીએ આ ઇલાજ વિશે….

તરોઇ

તમે તરોઇના બેલને ગાયના દુધ અથવા તો ઠંડા પાણી સાથે રોજ સવારે ૩ દિવસ સુધી સેવન કરો તે તમારી કિડની સ્ટોનને ઓગળવામાં મદદ કરશે.

વીટ ગ્રાસ પાઉડર

તમે રોજ સવારે એક ગ્લાસ દુધમાં વીટ ગ્રાસ પાઉડર મેળવીને જ્યુસ બનાવીને પીવાથી તમારી પથરીને ખત્મ કરી શકાય છે.

 તુલસી

તુલસીના પાંદડા અને મધ અથવાતો દૂધ સાથે મિક્સ કરી રોજ પીવાથી તમને ઘણો ફાયદો થશે. એટલુ જ નહિં તુલસના પાંદ ખાવાથી પણ તમને ફાયદો થાય છે.

તરબુચ

તરબુચનું સેવન તમે પથરીને ઓગાળવા માટે પણ કરી શકો છો તમે દરરોજ તરબુચ ખાશો તો તમારી પથરી થોડા જ દિવસોમાં ઓગળી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.