ઘરની મહિલાઓ માટે કપડા ધોવા હાલ વોશિંગ મશીનને કારણે સરળ બની ગયા છે. પરંતુ જ્યારે કપડા પર ડાઘ પડે પડ્યો હોમ કે કપડા ધોતા રંગ જતો રહ્યો હોય તો તેને ઘોવામાં સાવચેતી રાખવી પડે છે. આજે હું તમને જણાવીશ કપડા પર લાગેલા ડાઘને દૂર કરવામાટેના ઘરગથ્થુ ઉપચાર વિશે…
– કપડા પર શાહીના ડાઘ પડ્યા હોય તો રાંધલા ચોખા ઘસવાથી ડાઘ નીકળી જશે.
– કપડા પર કાથાનાં ડાઘ પડ્યા હોય તો કપડા પર દહીં ઘસવાથી તે સાફ થઇ જશે.
– શર્ટના કોલર અને કફનો મેલ કાઢવા માટે એના પર ટેલક્સ પાઉડર લગાવીને રાત્રે મુકી દો અને સવારે ધોઇ નાંખો.
– કપડા પર તેલના ડાઘ પડ્યા હોય તો ટામેટા કે લીબુંનો રસ ઘસવાથી દૂર થઇ જાય છે.
– કપડા પર ગુંદરના ડાઘ પડ્યા હોય તો તેની ઉપર બરફ પછી સાબુથી ધોઇ નાખો ડાઘ સરળતાથી સાફ થઇ જશે.
– કપડા પરના ડાઘ કાઢવા માટે તેના પર દૂધ અને ઓક્ઝેલિક એસિડ ઘસવાથી ડાઘ દૂર થઇ જશે.
– જો સફેદ કપડામાં ડાઘ પડ્યો હોય તો તેને થોડા પાણીમાં બ્લીચિંગમાં પાઉડર નાખીને દોઢ બે કલાક પલાળવાથી કપડાના ડાઘ નીકળી જાય છે. અને કપડા ચમકી ઉઠે છે.
આ રીતે તમે કોઇપણ પ્રકારના ડાઘ આસાનીથી સાફ કરી શકો છો અને કપડાને ફરીથી નવા જેવી ચમક આપી શકો છો.