રાજકોટ જિલ્લામાં જુદી જુદી મંડળીઓ દ્વારા ટેકાના ભાવથી ખરીદાતી મગફળીના કૌભાંડ અંગે કલેકટરને ભાજપના જિલ્લા કિશાન મોરચા દ્વારા પ્રમુખ વિજયભાઈ કોરાટની આગેવાનીમાં રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ જીલ્લા પંચાયત સદસ્ય તેમજ ૨૦ જેટલા સરપંચોની ઉપસ્થિતિમાં આવેદન પાઠવવામાં આવ્યું હતુ.
અમુક મંડળીઓએ ભ્રષ્ટાચાર કરેલ તેનું ખરીદ કેન્દ્ર બંધ કરવામાં આવેલ છે. જે કાર્ય અભીનંદનીય છે. પરંતુ જે કેન્દ્રો દ્વારા મગફળીનું ખરીદકાર્ય ચાલુ છે. તેમાં લાગવગ શાહી દૂર કરો, દૂરદૂરનાં ગામડેથી આવેલ ખેડુતોનો દિવસો સુધી વારો આવતો નથી.
અને ખેડુતોને આપેલ ટાકેન નિયત સમયમાં તે ખેડુતોની મગફળી ખરીદ કરી ન્યાય અપાવો, દલાલો દ્વારા યાર્ડમાંથી નબળી મગફળી ખરીદી કરી અને મંડળીઓને વેચવામાં આવે છે. ખેડુતોને પ્રથમ વારો લેવો હોઈ તો રૂ.૨૫થી માંડી ૧૦૦ રૂપીયા સુધી એક મણે કમિશન આપવું પડે છે. આવી તાનાશાહી સરકાર દ્વારા કરવામાં આવે છે. એવું ખેડુતો માની રહ્યા છે. સરકાર મગફળીની ઉત્કર્ષ કામગીરી કરી રહી છે. પરંતુ મંડળીઓ ભ્રષ્ટાચાર કરે છે. અને સરકારને બદનામી મળી રહી છે.