સૌથી વધારે સબ્જીઓમાં ડુંગળી નાખવામાં આવતી હોય છે અને ઘણા લોકો તો કાચી ડુંગળીનું કચુબર બનાવી ખાવાનું પસંદ કરતા હોય છે જો કે ડુંગળી ખાવાથી મોં માંથી વાસ આવે છે જેના કારણે બીજી વ્યક્તિ સાથે વાત કરતા હોય છે ત્યારે તેને ઘણી મુશ્કેલી થતી હોય છે આ કારણોસર ઘણા લોકો ડુંગળીનું સેવન નથી કરતા આમ જો મોં માંથી ડુંગળીની દુર્ગધ આવતી હોય તો તેને દૂર કરવા માટે અપનાવો આ સરળ ઉપાયો..
How to get rid of onion breath: કાચી ડુંગળી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. કાચી ડુંગળી ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. ડુંગળીમાં સલ્ફર, પોટેશિયમ અને ઝિંક જેવા અનેક પ્રકારના તત્વો રહેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. પહેલાં તો આ તમારા બ્લડ વેસેલ્સને સાફ રાખે છે અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરવાનું કામ કરે છે. ડુંગળી તમે દરરોજ ખાઓ છો તો અનેક બીમારીઓથી તમે બચી જાવો છો.
આમ, વાત કરવામાં આવે તો ડુંગળી ખાવાની મજા તો આવે છે, પરંતુ સૌથી મોટી તકલીફ એ હોય છે કે ડુંગળી ખાધા પછી મોંમાથી વાસ આવે છે. મોંમાથી વાસ આવવાને કારણે અનેક લોકો ડુંગળી ખાવાનું ટાળતા હોય છે. ડુંગળી ખાધા પછી મોંના બેક્ટેરિયાની સાથે મળીને એક અજીબ ગંધ છોડે છે જેના કારણે અનેક મુશ્કેલીઓ થાય છે. આમ, તમે આ વાસમાંથી છૂટકારો મેળવવા માટે આ કામ કરશો તો મોંમાથી વાસ આવતી બંધ થઇ જશે.
વરિયાળી ચાવવાની આદત પાડો:
તમે જ્યારે પણ ડુંગળી ખાઓ ત્યારપછી ખાસ કરીને મોંમાથી આવતી વાસ દૂર કરવા માટે વરિયાળી ખાઓ. વરિયાળી તમારા મોંમાથી આવતી વાસને દૂર કરવાનું કામ કરે છે. વરિયાળી એરોમેટિક ગુણોથી ભરપૂર હોય છે જે ચાવવાથી લાળમાં બેક્ટેરિયલ ગતિવિધિઓમાં બદલાવ થાય છે જેના કારણે ડુંગળી ખાધા પછી તમે વરિયાળી ખાઓ છો તો વાસ નહીં આવે.
ઇલાયચી મોંમા રાખો:
ઇલાયચી એક એવી વસ્તુ છે જે તમારા મોંમાથી આવતી વાસને દૂર કરવાનું કામ કરે છે. ડુંગળી ખાધા પછી તમે ઇલાયચી મોંમા રાખો છો તો સૌથી બેસ્ટ છે. ઇલાયચી મોં સાફ કરીને બેક્ટેરિયલ ગતિવિધિઓને શાંત કરવાનું કામ કરે છે જેના કારણે વાસ આવતી નથી.
ડુંગળીને લીંબુ અને સરકામાં મુકી રાખો:
તમે દરરોજ ડુંગળી ખાઓ છો અને તો સૌથી પહેલાં તમે જ્યારે જમવા બેસો એના 10 મિનિટ પહેલાં ડુંગળીને લીંબુ અને સરકામાં મુકી રાખો. આમ કરવાથી વાસ નહીં આવે. તમને હોટલમાં પણ આ રીતે પીરસવામાં આવે છે. આમ કરવાથી વાસ નહીં આવે અને એક્ટિવ ઇન્ગ્રીડિએન્ટ્સને ન્યૂટ્રલાઇઝ કરવામાં મદદ કરે છે. આ ડુંગળી તમે ખાશો તો મોંમાથી વાસ નહીં આવે અને ખાવાની પણ મજા આવશે.
- આ ટીપ્સ પણ તમે ટ્રાઈ કરી શકો છો
૧- ફુદીનો – મોં માંથી વાસને દૂર કરવા ફુદીના પાંદડાને પણ ઉપયોગ કરી શકો છો જેથી મોં માંથી વાસ નહી આવે.
૨- રાઇ : મોં માંથી વાસને દૂર કરવા માટે રાઇ પણ ખાઇ શકો છો જ્યારે પણ ડુંગળી ખાવ તે પછી થોડી રાઇ ખાવા ચાવીને કાઢી નાખવી.
૩- ગાજર : જ્યારે પણ કચુંબરનું સેવન કરો તો તેની સાથે ગાજર પણ નાખો ડુંગળી અને ગાજરનું સેવન કરવાથી મોં માંથી ડુંગળીની વાસ નહી આવે.
૪- મશરૂમ : જ્યારે પણ મોં માંથી ડુંગળીની વાસ આવે તો મશરૂમ ખાઇ લો. મશરૂમ ખાવાથી મોં માંથી વાસ નહી આવે.