સ્વસ્થ જીવન જીવવું દરેકને ગમે છે પરંતુ અત્યારની આધુનિક લાઇફસ્ટાઇલ અને ટેક્નોલોજીનાં અતિરેકથી માનવીનું સ્વાસ્થ્ય લથડ્યું છે. ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવી હશે જે સંપૂર્ણ રીતે સ્વસ્થ જીવન જીવતી હશે. પરંતુ જીવનશૈલીમાં કેટલીક એવી આદતો કેળવવાથી સંપૂર્ણ રીતે સ્વસ્થ જીવન જીવી શકાય છે તો આવો જાણી એવી અસરકારક આદતો વિશે…..
સકારાત્મક વિચારો મનની શાંતિ અને જીવનો સંતોષ આપે છે ત્યારે હંમેશા પોઝીટીવ થીંકીંગનો રસ્તો અપનાવવો જોઇએ.
પાણી પીવાથી શરીરની આંતરીક સાફ થાય છે એટલે જ દિવસમાં બને તેટલું વધુ પાણી પીવુ હિતાવહ છે.
નવશેકાં પાણીથી દિવસની શરુઆત કરવી ખૂબ જ ફાયદાકારક રહે છે તે શરીરના દોષે, વાત, કફ, પિતને બેલેન્સ કરે જે કદાર દરેક બિમારીનું મુળ છે. વિટામીન સી એ તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. અને રોજનું 60-90 MGવિટામિન Cજરુરી હોય છે. જે તમે સરળતાથી કોઇપણ ખાધા ફળ કે લીબું પાણીમાંથી લઇ શકો છો.
નાકને સાફ રાખો….વિચારીને જરાક મજાક જેવું લાગશે પરંતુ આ આદત એટલી જ અસકારક છે. રોજ નાકને પાણીથી સાફ કરી ગુંગા મુક્ત રાખવું જોઇએ.
ઉંઘ આપણ મગને આરામ આપે છે અને એટલે જ શરીર અને મગજને પૂરતો આરામ મળી રહે તે માટે પૂરતી ઉંઘ જરુરી છે.
જ્યારે કોઇ વ્યક્તિ માંદી હોય તો તેની આસપાસની જગ્યા અને વસ્તુઓને સાફ સુથરી રાખવી જોઇએ. અને જંતુમુક્ત કરવી જોઇએ.
મોબાઇલને પણ જંતુમુક્ત રાખો. જંતુઓ માટે મોબાઇલ એક સીનેમા જેવો છે એટલે જ રોજ મોબાઇલને યોગ્ય રીતે સાફ રાખો. બની શકે તો દિવસમાં બે વાર કરો. સમયસરની રસીઓ લેવી હિતાવહ છે જે તમને સામાન્ય શર્દી અને તાવથી દૂર રાખે છે. અને આપણે જ જાગૃત થઇ દર વર્ષે એવી રસીઓ લેવી જોઇએ.
હસવું એ દરેક દર્દનો ઇલાજ છે અને અધ્યયનનું પણ કહેવું છે કે તે એક બેસ્ટ એક્સરસાઇઝ છે.
આજકાલ બેક્ટેરીયા વાતાવરણમાં જ ફેલાયેલાં હોય છે. જેથી વારે વારે હાથને સરખી રીતે સાફ કરવા કે ધોવાથી પણ ઘણા પ્રકારની બીમારીથી બચી શકાય છે.
સાફ સફાઇ જરુરી છે. પરંતુ એટલા પણ સાફસુથરા ન બનો કે જર્મોફોળીયા થાય. રોગપ્રતિકારક શક્તિ કેળવામાં અનેક પ્રકારનાં કિટાણું પણ મદદરુપ થાય છે.
ફિટનેસ પણ એટલ જ જરુરી છે. સ્વસ્થ જીવન માટે અને એટલે જ એરોબીક્સ, ઝુમ્બા, જીમ, યોગ, ડાન્સ, કરવાએ કંઇ ખોટું નથી.
ઝીંક લેવું શરીર માટે લાભદાઇ છે જે શર્દીની આવરદાને ટૂંકી કરે છે પરંતુ નોઝલ સ્પ્રે દ્વારા ઝીંક લેવું હાનિકારક છે જે તમારી સુંગધની ઇન્દ્રિને નિષ્ક્રીય કરે છે. નાનપણથી જ લીલા શાકભાજી ખાવા પર ભાર મુકવામાં આવે છે. જેમાં ભરપૂરમાત્રામાં એન્ટીઓક્સીડેન્ટસ હોય છે. તેમજ વિટામિન્સ, મીનરલ્સ પણ હોય છે. શારિરિક સંબંધ એટલે કે સેક્સ પણ તમારા તણાવને દૂર કરે છે તેમજ રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
મિત્રો સાથે બહાર ફરવા જાવું કે તેની સાથે સમય વિતાવવો તે ખૂબ સારી આદત છે જેનાથી મનની બધી ભડાશ પણ બહાર નીકળી જાય છે. અને મિત્રો સાથે મુક્તમને વાત પણ કરી શકાય છે.
વાઇનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે પરંતુ તેનુ યોગ્ય પ્રમાણમાં સેવન કરવું જરુરી છે. જે ઇમ્પુન ફંક્શનને સુધારે છે.
યોગ, ધ્યાનએ આપણો સાંસ્કૃતિક વારસો છે અને એટલું જ સ્વાસ્થ્ય માટે લાભદાઇ છે એટલે તેને આપણા નિત્યક્રમમાં એટલું જ મહત્વ આપવું જોઇએ.
સ્વાસ્થ્યને નુકશાન કરતાં આહારને બાય બાય કરો અને જેમાં જંક ફુડ, કેલેરીવાળુ ફુડ, વધુ સુગર હોય તેવા આહારનો સમાવેશ થાય છે.
હર્બલ ટી એ સ્વાસ્થ્ય સુધારક છે જેમાં પાણીમાં વિવિધ પ્રકારનાં ઓસડિયા નાંખી ઉકાળવામાં આવે છે અને એ ચા પીવાથી શરીરની આંતરિક રચનાનું શુધ્ધિકરણ થાય છે તેમજ વિવિધ પ્રક્રિયાને વધુ સક્રિય બનાવે છે.
તો આ રીતે તમામ આદતો કરવાથી સ્વાસ્થ્યમાં ક્યારેય મુશ્કેલીઓ નહિં આવે તેમજ આ તમામ આદતો એટલી સરળ છે કે તેને આસાનીથી આપણી રોજીંદી ક્રિયામાં સમાવિષ્ટ કરી શકાય છે.