ઇન્દિરા ગાંધીને કોલંબિયા યુનિવર્સિટી તરફથી પણ સિટેશન ઓફ ડિસ્ટન્કશન પ્રાપ્ત થયું હતું. સ્વાધીનતા સંગ્રામમાં તેમણે સક્રીયપણે ભાગ લીધો હતો.બાળપણમાંજ 1930માં બાળ ચરખાસંઘની સ્થાપના કરવા ઉપરાંત અસહકાર ચળવળમાં કોંગ્રેસને મદદ કરવા ‘વાનર સેના’ની રચના કરી હતી.1942માં તેમને જેલની સજા થઇ હતી અને ઇન્દિરા ગાંધીને 1947માં ગાંધીના માર્ગદર્શન હેઠળ દિલ્હીમાં રમખાણના અસરગ્રસ્ત વિસ્તારોમાં કામ કર્યું હતું.
આ સાથે જ ઇન્દિરા ગાંધી પાવર ફૂલ લેડી તરીકે પણ જાણીતા હતા.તેમનો પ્રભાવ જ કઈક અલગ હતો.
25 જૂન…1975,આઝાદ ભારતના ઇતિહાસનો આ દિવસ હંમેશા કાળા દિવસ તરીકે ઓળખાય છે. આ એ જ દિવસ છે કે જ્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશભરમાં કટોકટી લાદી દીધી અને તે સાથે જ 21 મહિના સુધી પ્રજાના તમામ હકો છિનવાઇ ગયા.દેશની તમામ સત્તાઓ પોતાના હાથમાં લઇ ઇન્દિરા ગાંધી સરમુખત્યાર બની ગયા.ભારત પાકિસ્તાનના ભાગલા જેવી સ્થિતિમાં પણ અડગ રહ્યા હતા.
વિડિયોમાં જોઈ શકો છો કે ઇન્દિરા ગાંધી દરેક સ્ટેપ્સમાં આગળ પડતાં જોવા મળે છે.અને સોનિયા ગાંધી વિદેશી કઠપૂતળી જેવી દેખાય છે.ઇન્દિરા ગાંધીએ કિશોર કુમાર જેવા ગાયક કલાકારના ગીત બેન્ડ કર્યા હતા.આ વિડીયોમાં સોનિયાને વરમાળાને લઈ રિસેપ્શન સુધી ઇન્દિરાગાંધીનો જ દબદબો જોવા મળે છે.
1971માં રાજનારાયણે રાયબરેલીમાં ઇન્દિરા ગાંધી સામે મળેલા પરાજય બાદ આ મામલે કેસ દાખલ કર્યો હતો. જસ્ટીસ જગમોહનલાલ સિંહાએ ઇન્દિરા ગાંધીની ચૂંટણી ગેરલાયક ઠેરવવાનો ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો. જો કે 24 જૂનના રોજ સુપ્રીમે અલાહાબાદ હાઇકોર્ટનો નિર્ણય તો માન્ય રાખ્યો પરંતુ ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન પદ સંભાળી રાખવાની મંજૂરી આપી હતી. એક દિવસ બાદ એટલે કે 25 જૂનના રોજ લોકનાયક જયપ્રકાશ નારાયણે ઇન્દિરા ગાંધી રાજીનામું ન આપે ત્યાં સુધી દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજવાની જાહેરાત કરી હતી. જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઇ સહિતના કેટલાક ટોચના નેતાઓના નેતૃત્વમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજાઇ રહ્યા હતા.
રાજીવ ગાંધીની વાત કરીએતો પાઇલોટની નોકરી મૂકીને અને રાજકારણના વ્યક્તિ ન હોવા છતાં તેને દેશની કમાન સંભાળી હતી. અને અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર મનમોહન સિંહને ધ્યાનમાં લઈ ‘મૌની બાબા’ બોલતા હોય છે. ‘મૌની બાબા’ જ્યારે સત્તા પર હતા ત્યારે રિમોટ કંટ્રોલ કોના હાથમાં હતું તે પ્રશ્ન ઉદ્દભતો…..