ભાઈ બહેનના સંબંધો તો ખૂબ જ યાદગર સંબંધો છે જે નાનપણથી જ સાથે રહ્યા હોય, રમ્યા હોય અને ઝગડો કરવામાં પણ પાછળ નથી રહ્યા હોતા. ત્યારે ગુજરાતી સાહિત્યએ તો આ સંબંધની મીઠાશને અનેક શબ્દાલંકારોના શણગાર પણ સજાવ્યા છે. ગીતોની પંક્તિઓમાં ઢાળ્યા છે. તો આવો અહી આવા જ આ મીઠા મધુરા સંબંધની કેટલીક એવી વાતો કરીએ જે તમને તમારા ભાઈ કે બહેનની યાદ અપાવ્યા વગર નહીં રહે અને તે યાદ તમને હસાવ્યા વગર નહીં રહે.
છેલ્લે ક્યારે તમે ભાઈ બહેન ઝધડયા હતા યાદ છે તમને???
જી હા બાળપણથી જે ભાઈ બેન સાથે રહેતા હોય છે તેઓનો ઝધડો ન થયો હોય તે વાત અસ્વીકાર્ય છે. અને જ્યારે સમજદાર અને મોટા થઈ જાય છીએ તેમજ પોતપોતાની લાઈફમાં વ્યસ્ત થઈએ છીએ ત્યારે બાળપણના એ મીઠા ઝધડાઓ ખૂબ યાદ આવે છે. કોઈ ખાસ પ્રાણી નામથી એકબીજાને સંબોધતા હોઈએ છીએ. પરંતુ જેમ જેમ ઉમર વધતી જાય છે તેમ તેમ એ સંબંધોમાં પણ એ નોખાલસતા દૂર થતી જાય છે અને માત્ર તેના સંભારણા જ રહી જતાં હોય છે.
તરુણાવસ્થામાં ભાઈ બહેન હોય છે એકબીજાની બેન્ક…
તમે પણ ક્યારેક તો બહેન કે ભાઈ પાસેથી રૂપિયા ઉધાર લીધા જ હશે ને…??? જ્યારે તમારા બોયફ્રેંડ કે ગર્લફ્રેંડને બહાર લઇજવાના હોય અને ખિસ્સા ખાલી હોય ત્યારે આ ભાઈ કે બહેન જ તમને મદદમાં આવ્યા હશે એ વાત યાદ છે તમને?
તું તો લગન કરી જવાની જ છો…???પછી તો તારો રૂમ મારો જ થવાનો છે જ હવે જલ્દી પરણી જા…
જ્યારે પણ બહેન ભાઈ સાથે હોય ત્યારે બાધવાનું થતું જ હોય છે, એકબીજા હૂસતુસી માથી ઊચા નથી આવતા હોતા. એકબીજાને હમેશા ચીડવતા જ હોય છે અને કેમ બીજાનો વાંક જલ્દી મમ્મી પપ્પાને કહે એની જ રાહમાં હોય છે ત્યારે ભાઈ એક વાતથી બહેનને ખૂબ જ ચીડવતો હોય છે અને એ છે બહેનના લગ્નની વાત કે તું તો લગ્ન કરીને આ ઘર છોડી જવાની જ્ચો પછી હું એકલો મજા કરીશ.