દેશે એક વધુ કર્મઠ, ઈમાનદાર અને યશસ્વી સપૂત ગુમાવ્યા: ચૌહાણ
અટલ બિહારી વાજપેયી સરકારના રક્ષામંત્રી જયોર્જ ફર્નાન્ડીસનું ૮૮ વર્ષની ઉંમરે નિધન થયું હતુ જયોર્જ ફર્નાડીસ ઈમરજન્સી સમયે અવાજ ઉઠાવનાર યોધ્ધા અને સિવીલ રાઈટસ એકિટવિસ્ટ તરીકે ચચીત હતા ૧૯૭૭થી ૧૯૮૦ વચ્ચે મોરારજી દેસાઈના નેતૃત્વ વાળી જનતા પાર્ટી સરકારમાં પણ કેન્દ્રીય મંત્રી રહ્યા.
પૂર્વ રક્ષા મંત્રી જયોર્જ ફર્નાન્ડીસના મૃત્યુના સમાચાર મળતા જ ફતેહસિંહ ચૌહાણે શોક વ્યકત કર્યો હતો. તેમણે કહ્યુંં કે ભારતીય રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવતા પૂર્વ રક્ષામંત્રી જયોર્જ ફર્નાન્ડીઝના સ્વર્ગવાસ પર રાષ્ટ્રએ એક મહાન વ્યકિતને ગુમાવી છે. આપત્કાલ આંદોલન, પોખરણ, કારગીલ યુધ્ધમાં દેશ તેમની રાજનૈતિક યોગદાનનું હંમેશા ઋણી રહેશે દેશે એક વધુ કર્મઠ, ઈમાનદાર અને યશસ્વી સપૂત ગુમાવ્યા છે.
ફતેહસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું કે જયોર્જ ફર્નાડીસ પૂર્વ ટ્રેડ યુનિયન નેતા, રાજનેતા, પત્રકાર અને ભારતનાં પૂર્વ રક્ષામંત્રી રહી ચૂકયા છે.
જયોર્જ ફર્નાડીસે વ્યાપારીક સંઘના નેતા, પત્રકાર, રાજનેતા અને એક મંત્રી તરીકે પોતાની જવાબદારી બખૂબી નિભાવી આજીવન તેમણે મજૂરોના અધિકારો માટે સંઘર્ષ કર્યો તેઓ જનતા દળના પ્રમુખ નેતા હતા અને બાદમાં તેમણે સમતા પાર્ટીનું પણ ગઠન કર્યું.
૨૦૦૧માં તેઓ બે દિવસ સેલવાસ રોકાયા હતા. અને મહત્વની ચર્ચાઓ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતીય રાજનીતિમાં તેમનું યોગદાન મહત્વનું છે. સંસદ સભ્યો દ્વારા તેમને હંમેશા સ્નેહ અને સન્માન મળતુ રહ્યું તેમના મુખ્ય યોગદાનમાં રાજયસભામાં કરાયેલા તેમના કાર્ય તથા ભારતનાં સમાજવાદી આંદોલનમાં અપાયેલું યોગદાન છે.
જનતાદલના સંસ્થાપક સભ્ય લોકસભાના સભ્ય, રેલવે તથા રક્ષામંત્રી અને એનડીએના સંયોજક તરીકે જયોર્જ ફર્નાડીસ ભારતીય રાજનીતિમાં ખૂબજ અર્હમ શખ્સીયત રહ્યા છે.