થોડા સમય પહેલાંની વાત છે. રેલવે સ્ટેશનની બહાર એક બહેન રઘવાયા ઈને ફરી રહ્યા હતા. તેમના રઘવાયા વાનું કારણ હતું તેઓ ટિકિટ કઢાવવા ગયા તે સમયે ટિકિટબારી ઉપર તેમનો મોઘો મોબાઈલ ઘડીક વાર માટે મૂક્યો અને તેઓ ટિકિટ લઈને ત્યાંથી નીકળી ગયા. ટિકિટબારી ઉપર મૂકેલો મોંઘો મોબાઈલ ત્યાંજ ભૂલી ગયા. ફોન નંબર પણ મોબાઈલમાં ઝડપી મળી જતા હોવાથી તેમને ઘરનો ફોન નંબર પણ ગભરાઈ જવાને કારણે યાદ આવતો ન હતો!

સુપર માર્કેટમાં ખરીદી માટે ગયેલ એક બહેનએ બે કલાક ફરીને ઘરવખરીની વિવિધ ચીજવસ્તુની ખરીદી કરી. અડધો કલાક કતારમાં ઊભા રહીને બીલ ચૂકવવા ગયા ત્યારે જ ખ્યાલ આવ્યો કે ઘરેી પર્સ લઈને આવવાનું વિસરી ગયા છે.

અગત્યની વાત ભૂલી જવાની તકલીફ મોબાઈલ યુગમાં સામાન્ય બની ગઈ છે.

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે નવી વાત યાદ રાખવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ ત્યારે મગજમાં એક નવું ન્યુરલ નેટવર્ક ઊભું થાય છે, જે મગજને સતત કાર્યરત રાખે છે. જેને ન્યુરો પ્લાસ્ટીસિટી તરીકે ઓળખાય છે.

યાદશક્તિ વધારવા સ્વાસ્થ્યપ્રદ જીવન સો જીવનમાં થોડો બદલાવ લાવવામાં આવે તો યાદશક્તિ કોઈપણ વયે વધી શકે છે.

શરીરની સંભાળ સો મગજને પણ પોષણની જરૂર પડે છે. જે માટે ઓછી કેલેરીનો આહાર, નિયમિત વ્યાયામની જરૂર છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા દ્વારા કરવામાં આવેલ સંશોધનમાં જણાવ્યા પ્રમાણે મગજને તંદુરસ્ત રાખવા માટે સ્વાસ્થ્યપ્રદ પ્રવૃત્તિ કરવાથી યાદશક્તિ મજબૂત બને છે.

૨૦૧૩માં ૧૮૫૦૦ લોકો ઉપર સર્વે કરવામાં આવ્યો. તેના પરિણામરૂપે જેઓએ ત્રણ સ્વાસ્થ્યપ્રદ પ્રવૃત્તિ કરી હતી જેવી કે તંદુરસ્ત વર્તણૂક, તાજા ફળોનો આહાર અને વ્યાયામ ર્ક્યો હતો તેમની યાદશક્તિમાં ૭૫ ટકા વધારો જોવા મળ્યો હતો. યાદશક્તિ વધારવા શું કરવું તે જોઈએ:

  • શું ખાવું તે ચતુરાઈપૂર્વક પસંદ કરો

ખોરાકની પસંદગી ચતુરાઈપૂર્વક કરવાથી અલ્ઝાઈમર જેવી બીમારીથી બચી શકાય છે. આહારમાં તળેલી વસ્તુ ઓછી કરી સૂકોમેવો, તાજા ફળ, કઠોળનો ઉપયોગ વધારવો. એકસો પેટ ભરીને ખાવા કરતાં થોડા થોડાં સમયે થોડું થોડું ખાવાનું રાખો.

  • હરતા ફરતા રહો

ચાલવાી તાજગી અનુભવાય છે. મગજને ઓક્સિજન મળે છે. મગજને મળતું પ્રોટીન જે ન્યુરોટ્રોફિક ફેક્ટર તરીકે ઓળખાય છે. મગજના સેલની મરામત કરે છે. બ્રિટિશ જર્નલ ઓફ સ્પોટ મેડિસિનમાં છપાયેલ રિપોર્ટ પ્રમાણે અઠવાડિયામાં જે બે દિવસ ચાલવા જાય છે, તેમના સ્નાયુઓ મજબૂત બને છે. યાદશક્તિમાં વધારો થાય છે.

  • સમાજમાં એકબીજા સો હળોભળો

માનવી એક સામાજિક પ્રાણી કહેવાય છે. સમાજમાં રહીને એકબીજા સો સંયમમાં રહીને થોડો સમય હસીમજાક કરવાથો જીવનમાં આનંદ ઉમેરાય છે.

  • નવું નવું શીખતા રહો

રોજ નવો સૂર્યોદય થાય છે અને નવો સૂર્યાસ્ત પણ થાય છે. તે જ પ્રમાણે રોજ કંઈક નવું શીખવાની ધગશ સો કામ કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે. ૨૦૧૧માં કરવામાં આવેલ સ્વિડિશ અભ્યાસમાં બહાર આવ્યું છે પુખ્ત વ્યક્તિ જો નવી નવી ભાષા શીખે તો સ્મરણશક્તિમાં વધારો થાય છે. અગત્યના ફોન નંબર કે નામ કામના સમયે ભુલાઈ જતા ની.

નવી નવી પ્રવૃત્તિ કરતા રહેવાથી નવા ન્યુરોન્સ બનતા રહે છે. સંગીત શીખો, ગિટાર શીખો, ભરત-ગૂંણની સો ટેકનોલોજીની જાણકારી મેળવતા રહો.

  • પૂરતી ઊંઘ લો

વધતી વયની સો ઊંઘ ઓછી થાય છે તે વાત સો ટકા સાચી ની. તમે દિવસમાં કેટલા પ્રવૃત્તિમય રહો છો તેની ઉપર ઊંઘનો આધાર રહે છે. કોઈપણ જાતનું કામ કર્યા વગર આળસુ બનીને બેસી રહેવાથી સ્વાભાવિક રીતે ઊંઘ ઓછી વા લાગે છે, તેમ નેશનલ સ્લીપ ફાઉન્ડેશનનું કહેવું છે. પૂરતી ઊંઘ મળવાથી સ્મરણશક્તિ અને એકાગ્રતામાં વધારો થાય છે. છ કલાકની ઊંઘ લેવાી શરીર તાજગી અનુભવે છે.

  • યાદશક્તિ વધારે તેવી રમત રમો

સુડોકુ કે ક્રોસવર્ડ જેવી મગજને વિચારવાની ફરજ પડે તેવા કોયડા ઉકેલવા બેસો. કોયડાઉકેલવાથી અલ્ઝાઈમર જેવા રોગી બચી શકાય છે, તેવું નિષ્ણાતોનું કહેવું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.